જન્માષ્ટમી નિમિત્તે માણસાની પુંધરાની હાઈસ્કુલમાં વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો

1086

વ્યસન મુક્તિના અભિયાન સાથે સંકળાયેલી જાણીતી આયુષ કેન્સર જાગૃતિ સંસ્થા દ્વારા માણસા ના પુંધરાની શેઠ એમ ડી હાઇસ્કુલ ખાતે શાળા સંચાલકોના સહયોગ થી કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજ્યો હતો. શાળાના બાળકો અને તેમના વાલીઓને એકત્ર કરીને શાળાના હોલમાં કેન્સર અવેરનેસ સંલગ્ન ફિલ્મ બતાવી વ્યસનથી થતા નુકસાનો અને વ્યસની વ્યક્તિ તથા તેના પરિવારને આકસ્મિક આવી પડતી આપત્તિઓ અંગે માર્ગદર્શન આપ્યુ હતું.