હાર્દિકના સમર્થનમાં બાબરીયાવાડમાં પાસ આગેવાનોનું ઉપવાસ આંદોલન

570

હાર્દિક પટેલના ખેડૂતોને દેવામાફ અને અનામત બાબતે ચાલતા આંદોલનના પડઘા બાબરીયાવાડમાં જાફરાબાદ અને રાજુલામાં પડ્યા પાસના આંદોલને ટેકો આપવા હેમાળ અને ચોત્રા ખાતે પટેલ સમાજ ધરણા પર ઉતરી પડ્યા હતા.

પાસ કન્વીનર હાર્દિક પટેલ જે ગુજરાતના તમામ ખેડૂતોના દેવામાફ કરવા તેમજ પટેલ સમાજને અનામતનો લાભ આપવા બાબતે હાર્દિક પટેલ જે અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ કરી રહેલ તેના પડઘા બાબરીયાવાડમાં પડ્યા. જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે પટેલ સમાજ દ્વારા પાસ જાફરાબાદ તાલુકા કન્વીનર જગદિશભાઈ પડશાળા, સહ કન્વીનર ઘનશ્યામભાઈ શેખડા, ભનુભાઈ પડશાળા, કાળુભાઈ રાણપરીયા, રાજુભાઈ ઉકાણી, બાબુભાઈ પડશાળા, નીતેશભાઈ પડસાળા, છગનભાઈ પડશાળા સહિત આગેવાનો તેમજ હેમાળ આજુબાજુના ગામોથી બહોળી સંખ્યામાં પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી હાર્દિક પટેલને ટેકો આપવા ધરણાનો કાર્યક્રમ શરૂ કરાયો છે અને હાર્દિક પટેલની વ્યાજબી માંગ છે. કારણ દર વર્ષે પાક વિમાના પ્રીમીયનોની લૂંટ થાય છે અને વર્ષો વર્ષ વરસાદ ન હોય અને ઓણસાલ વરસાદ ખૂબ જ હોવાથી ખેડૂતોનો પાક અરે જમીનમાં ર-પ-પ ફુટના નેરડા પાડી ખેડૂતોને પાયમાલ કરી દીધા છે તેના પાક વિમા બાબતે ખેડૂતોની હાંસી ઉડાવાઈ છે અને જાફરાબાદ તાલુકો એકદમ પછાત જિલ્લામાં ગણાય છે તો સહાય તો ન મળી પણ એક વ્યક્તિ દીઠ ૧ર રૂપિયા જેની પીવાની ચા પણ નથી આવતી તેવી ખેડૂતોની હાંસી ઉડાવી હોય તે બાબતને ધ્યાને રાખી અમો સર્વો પટેલ સમાજ તેમજ બાબરીયાવાડના તમામ ખેડૂતો સાથે મળી રાજ્ય સરકારની આંખ ખોલવા અમો હાર્દિક પટેલને ટેકો જાહેર કર્યો છે જે તસવીરમાં પાસના નેતાઓ તેમજ રાજુલા તાલુકાના ચોત્રા ગામે ધરણાનો કાર્યક્રમ રાજુલાના પીઢ નેતા ભરતભાઈ સાવલીયાની આગેવાનીમાં ચોત્રા ગામ આજુબાજુના ખાલસા કંથારીયા, બારમણ ભુંડણી સહિતનો પટેલ સમાજ પાસના નેતાઓ આગેવાનો સહિત ધરણા છાવણીના મંડપ રોપાયા છે.

Previous articleદામનગર પુષ્ટીમાર્ગિય હવેલીમાં કૃષ્ણજન્મોત્સવની ભવ્ય ઉજવણી
Next articleરાજુલાના ભ્રષ્ટાચારી ચીફ ઓફીસર પરીખના  પેન્શનના લાભ સ્થગિત રાખવા સરકારનો નિર્ણય