રાજસ્થાનમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું

654

રાજસ્થાનના જોધપુરમાં બહારી વિસ્તારમાં એરફોર્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇ જતાં આજે ખળભળાટ મચી ગયો હતો. જો કે, આના લીધે પાયલોટનો સહેજમાં બચાવ થઇ ગયો હતો. મિગ-૨૭ દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તેમાં ઉંડી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રચંડ ધડાકા સાથે વિમાન જમીન ઉપર પટકાયું હતું અને બળીને ખાખ થઇ ગયું હતું. આ બનાવમાં પાયલોટ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. હાલના દિવસોમાં મિગ વિમાનોની દુર્ઘટનાઓની ઘટના સતત સપાટી ઉપર આવી રહી છે. થોડાક દિવસ પહેલા જ હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં મિગ-૨૧ ફાઇટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ બનાવમાં પાયલોટનું મોત થયું હતું. બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે તરત હાથ ધરાઈ હતી.