ભાજપ ધારાસભ્યોની ઓફિસમાં તોડફોડ કેસમાં હાર્દિક-લાલજી વિરુદ્ધ ધરપકડ વૉરંટ ઈશ્યુ

732
guj26102017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સરકાર હાર્દિક પટેલને રફાદફા કરી દેવા માંગતી હોય તેમ તેની એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે. વિસનગર સેસન કોર્ટે હાર્દિક પટેલ અને લાલજી પટેલ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યા છે. આજે વિસનગર સેશન કોર્ટે તોડફોડ કરવાના ગુના સબબ આ વોરંટ ઈશ્યુ કર્યા છે.
 હાર્દિક સહિત તેના સાથીઓ ઉપર ભાજપાના સાસંદ ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ કરવાને મામલે વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જો કે સરકારને શરણે થશે તો હાર્દિક ઉપર લગાવવામાં આવેલા તમામ આરોપો અને કેસ પાછા ખેંચી લેવાની ઓફરો ભાજપા કરી ચૂક્યુ હોવાની રાજનૈતિક વર્તુળોમાં ચર્ચા છે. ત્યારે કોંગ્રેસના આ યુવા નેતાઓને પોતાની સાથે કરવાના મનસૂબા અને અલ્પેશ પટેલના કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ ભાજપામાં ફફડાટ પેસી ગયો હોવાનું પણ કહેવાઈ રહ્યુ છે.

Previous articleગુજરાતમાં આચારસંહિતા લાગુ : હોર્ડિંગ્સને હટાવાયા
Next articleવૃદ્ધ, અશક્ત, દિવ્યાંગો માટે મતદાનમથકે વ્હીલચેર મુકાશે