રાણપુર તાલુકાનાં અલમપર ગામે કૃષ્ણ જન્મોત્સવની થયેલી ઉજવણી

1681

સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ધામધુમ પુર્વક ઉજવણી કરવામાં આવી છે ત્યારે બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાનુ ખોબા જેવડા અલમપુર ગામમા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે માંધાતા ગૃપ તથા અલમપુર ગામ સમસ્ત શ્રાવણ વદ નોમ ના દિવસે ગામના અલગ અલગ સ્થળે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.જેમા અલમપુર માંધાતા ગૃપ તેમજ ગામલોકો એ સાથે રાસ ગરબા ની રમજટ બોલાવી હતી અને અલમપુર ગામ જાણે ગોકુળગામ બની ગયુ હોય તેવુ વાતાવરણ થઈ ગયુ હતુ આ અંગે અજયભાઈ રોજાસરા એ જણાવ્યુ હતુ કે અમારા નાના એવા અલમપુર  ગામમાં કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી તમામ સમાજના લોકોને સાથે રાખીને કરવામાં આવે છે અને દરેક તહેવાર ની ઉજવણી ની સાથે ગામલોકોને તેનુ મહત્વ વિશે પણ જાણકારી આપવામાં આવે છે આ કૃષ્ણ જન્મોત્સવ પ્રસંગે સમસ્ત ગામે ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.

Previous articleનંદકુંવરબા કોલેજ ખાતે વ્યાખ્યાન યોજાયુ
Next articleવલ્લભીપુર ખાતે ABVP દ્વારા વિદ્યાર્થીઓનો તાલીમ વર્ગ યોજાયો