રાજપૂત સમાજમાં નવી પહેલ, વિધવા મહિલાના લગ્ન કરાવી ઉદાહરણ પુરુ પાડયું

1015

આજના સમયમાં તમામ સમાજો પોતાના વર્ષોથી ચાલ્યા આવતા રિવાજ સાંપ્રત સમયના પ્રભાવમાં બદલી અને નવી પેઢીની જીવનશૈલીને સ્વીકારી રહ્યા છે. પરંતુ રાજપૂત સમાજમાં આજે પણ સામાજિક રિવાજોને ચુસ્તતાપૂર્વક નિભાવવામાં આવી રહ્યા છે. યુવાની મોં વિધવા થતી મહિલાઓ બાબતે કેટલાક સમયથી તેમને પણ પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે તેને સાકાર કરતો કિસ્સો સમાજના અગ્રણી અને શિક્ષિત અધિકારી દ્વારા આવી એક વિધવા યુવતીના માણસાના ગાયત્રી મંદિરમાં લગ્ન કરાવી સમાજમાં નવી પહેલ કરી લોકોને માર્ગ ચિંધ્યો છે.

મૂળ પીંડારડા ગામના મત્સ્યોદ્યોગ વિભાગના ક્લાસ વન અધિકારી અને રાજપૂત કરણી સેનાના ગાંધીનગર જિલ્લાના પ્રભારી પ્રદ્યુમનસિંહ કેસરીસિંહ વાઘેલાએ તેમણે વિંઝોલ (અમદાવાદ)ના સમાજના એક દીકરી જેની ઉંમર માત્ર ૨૮ વર્ષ છે અને તે વિધવા છે અને સાંપ્રત જીવન પ્રવાહમાં જીવવા માગે છે. ત્યારે આ દીકરીની ચિંતા કરીને તેનું બાકીનું જીવન સુખરૂપ જાય તે માટે તેમણે ૩૨ વર્ષના સમાજના ડિવોર્સી યુવક સાથે માણસાના ગાયત્રી મંદિરમાં રીતરિવાજ મુજબ બંને પરિવારોની રાજીખુશીથી પુનઃ લગ્ન કરાવી આપ્યા હતા. સુખી જીવનના આશીર્વાદ પણ આપ્યા હતા. આ પ્રસંગે રાજપૂત સમાજના લોકોએ ઉપસ્થિત રહી સમાજની આ નવી પહેલને આવકારી તમામે આ નવદંપતીને સુખી થવાના આશીર્વાદ પાઠવ્યા હતા.

સમાજને નવી દિશા બતાવનાર પ્રદ્યુમનસિંહે કહ્યુ કે, જમાનો બદલાયો છે એટલે સમયની સાથે પરિવર્તન લાવવુ જરૂરી છે. જો સમાજ પરિવર્તન નહિ લાવે તો નુકશાન થશે. જ્યારે અહંમ મુકીને સમાજના યુવક યુવતિઓના હિતમાં કેટલાક નિર્ણય લેવાય તે પણ સમાજના મોભીઓએ જોવુ પડે છે. રાજપૂત સમાજ નીતિ નિયમોની સાથે ચાલનાર સમાજ છે, પરંતુ પરિવર્તન પણ એટલુ જ જરૂરી છે. પરિણામે આ એક નવી દિશા આપવાનુ કાર્ય શરૂ કર્યુ છે.

રાજપૂત સમાજમાં આજે પણ સામાજિક રિવાજો ને ચુસ્તતાપૂર્વક નિભાવવામાં આવી રહ્યા છે પરંતુ યુવાનીમાં વિધવા થતી મહિલાઓ બાબતે કેટલાક સમયથી તેઓને પણ પોતાની જિંદગી જીવવાનો અધિકાર છે તેને સાકાર કરતો કિસ્સો સમાજના અગ્રણી અને શિક્ષિત અધિકારી દ્વારા આવી એક વિધવા યુવતીના લગ્ન કરાવી સમાજમાં નવી પહેલ કરી લોકોને માર્ગ ચિંધ્યો છે.

Previous articleધારીના પૂર્વ ધારસભ્ય નલિન કોટડિયાની પોલીસે કરી મુંબઇથી ધરપકડ
Next articleબાળકો દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરાયુ