બાળકો દ્વારા સ્વચ્છતા રેલીનું આયોજન કરાયુ

1525

ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત રેલીનું આયોજન કરાયુ હતુ. જેમાં ધોરણ ૧૧, ૧૨ના વિદ્યાર્થીઓએ ગામમાં રહેલા કચરાનો સફાયો કર્યો હતો. સ્વચ્છ ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામને સ્વચ્છ કેવી રીતે રાખવું ગંદકી દૂર કરવી. તે વિશે વિદ્યાર્થીઓ દ્ધારા પ્રવચન આપવામાં આવ્યું હતું. પર્યાવરણ બચાવોના અભિગમને સાર્થક કરતાં રૂપાલ ગામમાં યોજાયેલ રેલીમાંં વિદ્યાર્થીઓ દ્ધારા પર્યાવરણ કેવી રીતે બચાવવું તે બાબત અંગે ગીત ગાઈને ગામના લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયત્ન કર્યો હતો.