હાર્દિક પટેલના અનશન યથાવત

982

પાટીદાર સમુદાય માટે અનામત અને ખેડૂત સમુદાય માટે દેવા માફીને લઇને આમરણાંત ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલ હજુ પણ લડાયક દેખાઈ રહ્યા છે. છેલ્લા ૧૭ દિવસથી તે આમરણાંત ઉપવાસ ઉપર છે. હાર્દિક પટેલ આજે લાલઘૂમ દેખાયો હતો.હાર્દિક પટેલ છેલ્લા ૧૭ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે ત્યારે આજે તેના નાના ભાઇને મળવા આવતાં રોકવાના પોલીસના પ્રયાસથી હાર્દિક પટેલ વિફર્યો હતો.

પોલીસે તેના નાના ભાઇને અંદર નહી આવવા દેતાં હાર્દિ પટેલ ખુદ કારમાં બહાર સુધી તેને લેવા આવ્યો હતો અને પોલીસને ખુલ્લી ચીમકી આપી હતી કે, માપમાં રહેવાનું, તમે તમારી ડયુટી કરો પરંતુ કાયદામાં રહીને. મારા કોઇ કુંટબવાળાને રોકવા નહી, તમને કહી દઉું છું. આજે ફરી એકવાર પોલીસની હાર્દિક પટેલ સાથે ચકમક ઝરતાં વાતાવરણ થોડીવાર માટે ગરમાયું હતું. બીજીબાજુ, હાર્દિકના સાથીઓ અને પાટીદાર આગેવાનોએ આજે પોલીસના મુલાકાતીઓને અટકાવવાના વલણની ભારે નિંદા કરી હતી અને તેની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.  છેલ્લા ૧૭ દિવસથી હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે ત્યારે આજે તેનો નાનો ભાઈ બહાર જઈને ઉપવાસ છાવણીમાં પરત ફરતો હતો ત્યારે તેને પોલીસે રોકતા હાર્દિક ગિન્નાયો હતો. આ વાતની ઉપવાસ કરી રહેલા હાર્દિકને જાણ થતાં તે ગુસ્સે ભરાયો હતો

અને ગાડીમાં બેસીને ગેટ બહાર નીકળ્યો હતો અને પોલીસની સાથે બોલાચાલી કરી હતી અને પોતાના કુટુંબીને રોકવાના ના હોય.

મારો ભાઈ કે પરિવારનો કોઈ સભ્ય બહાર જઈને આવે તેને રોકવાનો ના હોય. પોલીસવાળા તેની તમામ દાદાગીરી અને હદ વટાવી ચૂક્યા છે. ગાડીમાં બેસીને ગેટ બહાર જઈને હાર્દિકે પોલીસને સ્પષ્ટ કહી દીધું હતું કે, મારા કુટુંબવાળાને રોકવાના નહીં. પોલીસ કાયદાની મર્યાદામાં રહીને તેની ડયુટી કરે, હોશિયારીમાં રહેવાનું. મારા કુંટુંબવાળાને કોઇને રોકવા નહી એ તમને સાફ શબ્દોમાં કહી દઉં છું. જો કે, પોલીસે પણ મામલાની ગંભીરતા સમજી શાણપણથી કામ લીધુ હતુ અઁને તેથી મામલો થાળે પડયો હતો.

Previous articleભાકોદર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૧ ઝડપાયા ૧ર ફરાર
Next articleસોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ : વણઝારા સહિત છ લોકોને બોમ્બે હાઇકોર્ટે આરોપમુક્ત કર્યા