ભાકોદર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૧૧ ઝડપાયા ૧ર ફરાર

778

જાફરાબાદના ભાકોદર ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા ૧૧ ઈસમોને જાફરાબાદ પોલીસે રૂા.અઢી લાખની મત્તા સાથે ઝડપી લીધા હતા.

જ્યારે રેડ દરમ્યાન ૧ર શખ્સો નાસી છુટ્યા હતા. જાફરાબાદ પો.સ્ટે.ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.ટી. ચનુરા તથા હેડ કોન્સ. આઈ.એલ. ગોહિલ, પી.ડી. કલસરીયા, ભુપતભાઈ, પો.કોન્સ. અજયભાઈ વાઘેલા, અનોપસિંહ, વિશ્વદિપસિંહ, દાદભાઈ, વિજયભાઈ તથા અમરસિંહ વિગેરે નાઈટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. અજયભાઈ વાઘેલાને મળેલ ખાનગી બાતમી રાહે ભાકોદર ગામે રહેતા અશોક ઉર્ફે ભાણાભાઈ એભાભાઈ શિયાળના રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં જુગાર અંગે રેઈડ કરતા જુગાર રમતા ૧૧ ઈસમો રોકડ રકમ રૂા.પપ૪૦૦ તથા મો.સા. નંગ-પ કિ.રૂા.૧૮૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૯ કિ.રૂા.૧૧પ૦૦ મળી કુલ રૂા.ર,૪૬,૯૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે તેમજ રેઈડ દરમ્યાન ૧ર ઈસમો અંધારાનો લાભ લઈ નાસી છુટેલ જેને પકડવા જાફરાબાદ પોલીસે ચક્રો ગતિમાન કરેલ.