આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડનો એનસીડી ઇશ્યૂ ૧૪ સપ્ટેમ્બર ખુલશે

845

એનએચબીમાં રજિસ્ટર્ડ ડિપોઝિટ સ્વીકારતી હાઉસિંગ ફાઇનાન્સ કંપની તથા ભારતમાં ઇડબલ્યુએસ (આર્થિક રીતે નબળાં વર્ગ) અને એલઆઇજી (ઓછી આવક ધરાવતાં જૂથ) સેગમેન્ટ માટે વાજબી હાઉસિંગ ફાઇનાન્સ યોજનાઓ પર કેન્દ્રિત કામગીરી ધરાવતી આધાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ ટિઅર ૨થી ટિઅર ૪ શહેરો અને નગરોમાં ૧૪ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ રૂ. ૧,૦૦૦ની ફેસ વેલ્યુનો સીક્યોર્ડ રીડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેની કુલ રકમ રૂ. ૫૦,૦૦૦ લાખ  છે, જે રૂ. ૯૦,૦૦૦ લાખનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવવાનો વિકલ્પ ધરાવે છે. આ રીતે એનસીડીની કુલ સાઇઝ રૂ. ૧,૪૦,૦૦૦ લાખ થઈ શકે છે .

ઇશ્યૂ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮નાં રોજ બંધ થશે, જેમાં કંપનીનાં બોર્ડનાં ડાયરેક્ટર  કે કાર્યકારી સમિતિનાં નિર્ણય મુજબ વહેલાસર બંધ કરવાનો કે લંબાવવાનો વિકલ્પ સામેલ છે. આ ઇશ્યૂ હેઠળ ઇશ્યૂ થનાર પ્રસ્તાવિત એનસીડીને રૂ. ૩,૦૦,૦૦૦ લાખની રકમ માટે કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા ‘(કેર ડબલ એ પ્લસ સ્ટ્રક્ચર્ડ ઓબ્લિગેશન તરીકે ઉચ્ચારણ); સંભવિતતાઃસ્થિર)’ અને બ્રિકવર્ક રેટિંગ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ રેટિંગ (“બ્રિકવર્ક”) દ્વારા (બીડબલ્યુઆર ડબલ એ પ્લસ (સ્ટ્રક્ચર્ડ ઓબ્લિગેશન), સંભવિતતાઃસ્થિર) આપવામાં આવ્યું છે. કેર દ્વારા રેટિંગ  સંભવિતતાઃ સ્થિર અને બ્રિકવર્ક દ્વારા મ્સંભવિતતાઃસ્થિર રેટિંગ સૂચવે છે કે આ રેટિંગ ધરાવતાં માધ્યમો નાણાકીય જવાબદારીઓ સમયસર અદા કરવાની ઊંચી સલામતી ધરાવે છે એવું માનવામાં આવે છે. આ પ્રકારનાં માધ્યમો ધિરાણનું અતિ નીચું જોખમ ધરાવે છે.

Previous articleશ્રમ-રોજગાર વિભાગના નવનિયુક્ત ૩૪૦ને નિમણૂંક પત્રો એનાયત કરાયા
Next articleનંદકુંવરબા કોલેજમાં વર્કશોપ યોજાયો