નવાઝુદ્દીન સિદ્દીકી જન સ્મોલ ફાઈ. બેંકનો બ્રાંડ એમ્બેસેડર નિમાયો

612
guj29102017-3.jpg

જનલક્ષ્મી ફાઈનાન્શિયલ સર્વિસીસ ભારતમાં સૌથી વિશાળ એમએફઆઈ છે અને ટૂંક સમયમાં તેની કામગીરી જન સ્મોલ ફાઈનાન્સ બેન્ક તરીકે શરૂ થવાની છે. આ સંસ્થાએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે વિખ્યાત ભારતીય ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દિકીને નિયુકત કર્યો છે. ટૂંકી ફિલ્મો થકી સંસ્થા ઉદ્યોગમાં નવાજનો નમ્ર શુભારંભ પ્રદર્શિત કરશે અને આવું કરીને દર્શકોને નાણાંના મૂલ્ય પર કેન્દ્રિત રહેવા માટે પ્રોત્સાહન આપશે.
સિદ્દિકી તળિયાના સ્તરેથી ઊભરી આવેલો અભિનેતા છે અને સખત મહેનતે કમાણી કરેલાં નાણાંનું મૂલ્ય જાણે છે, જે તમારાં નાણાંનું મૂલ્ય કરવાની સંસ્થાની માન્યતા સાથે સુમેળ સાધે છે. નવાઝ અમારી બ્રાન્ડ ફિલોસોફીમાં ઉમેરો કરે છે અને અમારી પ્રોડક્ટ ઓફર થકી અમે જે પ્રદર્શિત કરવા માટે ભાર આપીએ છીએ તે કનેક્ટ અને ક્રેડિબિલિટી ધરાવે છે, એમ જનલક્ષ્મી ફાઈનાન્શિયલ સર્વિસીસના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય કંવલે જણાવ્યું હતું.