મુખ્યપ્રધાન આજે રાજકોટમાં કલા મહાકુંભનો પ્રારંભ કરાવશે

786

આજથી રાજકોટ ખાતે કલા મહાકુંભનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણી આજે સાંજે રાજકોટના હેમુ ગઢવી હોલમાં રાજ્ય સરકારના રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ દ્વારા આયોજિત કલા મહાકુંભનો પ્રારંભ કરાવશે. કલા મહાકુંભમાં કુલ ૪ લાખ ૯૪ હજાર ક્લારસિકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ૪ લાખ ૪૦ હજાર જેટલા કલા પ્રેમીઓએ ભાગ લીધો હતો. રાજ્ય સરકાર તરફથી આ વિવિધ સ્પર્ધામાં વિજેતાઓને કુલ ૩ કરોડના પુરસ્કારો ઇનામો આપવામાં આવે છે. રાજ્ય માં ૪ પ્રાદેશિક કક્ષાએ યોજાયેલી સ્પર્ધાના વિજેતાઓ માટે આ વર્ષે કલામહાકુંભની રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ રાજકોટ અને ભરૂચ એમ બે શહેરોમાં યોજાઈ રહી છે.