૧૮-૧૯ સપ્ટેમ્બરે વિધાનસભા સત્ર યોજાશે, સરકાર લાવશે ૫ બિલ

1090

ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર બે દિવસની મુદત માટે મળવાની જાહેરાત કરવામાં આવી છે. ૧૮-૧૯ સપ્ટેમ્બરે એમ બે દિવસ માટે ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર મળશે.આ સત્ર દરમિયાન ગુજરાત સરકાર બાયો ટેકનોલોજી યુનિવર્સિટી મંજૂરી, રીડેવલપમેન્ટ બિલ, ચેઇન સ્નેચિંગ સહિતના નિર્ણયો સહિતના પાંચ બિલને કાનૂની રુપ આ સત્ર દરમિયાન આપવામાં આવશે.

વિપક્ષ પણ જ્યારે વિધાનસભા સત્ર મળે ત્યારે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ તૈયાર કરીને બેઠો હોવાથી બે દિવસીય મુદતનુ વિધાનસભા સત્ર તોફાની બની રહે તેવી સંભાવનાઓ છે. ઉલ્લેખનીય છે કે પાટીદારોને અનામત અને ખેડૂતોની દેવામાફીને લઇને અનશન પર બેઠેલ હાર્દિક પટેલને કોંગ્રેસે પૂરું સમર્થન આપ્યું હતું અને વિધાનસભાના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ આ મુદ્દે સરકારને પત્ર પણ લખ્યો હતો. ત્યારે સત્ર દરમિયાન હોબાળો મચશે તેવી સંભાવનાઓ વચ્ચે સરકાર પાચ બિલ પસાર કટ્ઠરવાનો પ્રયત્ન કરશે.

Previous articleGPS સિસ્ટમ બાદ લોકો ટ્રેનનું લોકેશન જાણી શકશે
Next articleવરસાદ ખેંચાતા રાજ્યના ૧.૨૭ લાખ એકરના ઉભા પાકને નર્મદાનું પાણી અપાશે : નીતિન પટેલ