ચૂંટણી જાહેર છતાં ગાંધીનગર કોર્પોરેટર પ્રજાની સેવામાં હાજર 

943
gandhi31102017-2.jpg

વિધાનસભાની ચૂંટણીઓ આવી હોવાથી નેતાઓ રજા ઉપર હોય તેમ લાગે છે. ચૂંટણીમાં ટીકીટ લેવા માટેની દોડધામમાં પડયા રહેલાં કેટલાક કોર્પોરેટરો પણ વિધાનસભાની ટીકીટ લેવા દોડાદોડી કરી રહ્યા છે. પ્રજાકીય કામો માટે મોટાભાગે આચારસંહિતાનું બહાનું કાઢતા હોય છે. તેવા સંજોગોમાં સેકટર – ૭, કોર્પોરેટર નાઝાભાઈ ઘાંઘરે રસ્તા પરના ખાડા પુરાય નહીં ત્યા સુધી હાજર રહી કામનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાો સાથે ફુટપાથ પરના ખાડાઓ અને રસ્તાનું સમારકામ કરાવ્યું હતું. ખરા અર્થમાં પ્રજાના સેવક તરીકેનુ કામ અને કોર્પોરેટર માટે ઉદાહરણ પુરૂ પાડે તેવું છે.