આડોડીયાવાસમાં પોલીસની સામુહીક રેડ

670
bhav1112017-4.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ જિલ્લા પોલીસવડા દ્વારા શહેરનાં મુખ્ય પ્રવેશદ્વાર વાહન ચેકીંગ અને જીલ્લામાં ચેક પોસ્ટ ઉભી કરવાની સહિતની કાર્યવાહી શરૂ કરી છે અને જિલ્લા બહારથી આવતો ઈગ્લીંશ દારૂ પર બાઝ નઝર રાખી ઝડપી પાડવા સુચનાઓ અપાઈ છે જે અનુસંધાને આજે સાંજના સુમારે શહેરનાં ઈગ્લીંશ દારૂ અને દેશી દારૂ માટે જાણીતા એવા આડોડીયાવાસ વિસ્તારમાં મસમોટો પોલીસ કાફલો ત્રાટક્યો હતો અને દેશી દારૂ આથો સહિતનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રેન્જ આઈ.જી. અમીત વિશ્વકર્માની સુચનાથી જિલ્લા પોલીસ વડા પી.એમ. માલ ડીવાયએસપી મનીષ ઠાકર, એલ.સી.બી., દિપક એસ ઓ.જી. ઘોઘારોડ પોલીસ સ્ટાફ સહિતનો મસમોટો પોલીસ કાફલો શહેર દારૂ માટે જાણીતા એવા આડોડીયાવાસ વિસ્તારમાં ત્રાટક્યો હતો આડોડીયાવાસમાં ચાલતાં ઠેર ઠેર સ્ટેન્ડો પર રેડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ તોડી પાડી હતી અને દેશી દારૂ તથા આથો મોટા જત્થામાં જપ્ત કર્યો હતો.

Previous article માજી સૈનિક સંગઠન દ્વારા શહિદોનાં પરીવાર, માજી સૈનિકોનું સન્માન કરાયું
Next article શિહોરનાં ખાંભા ગામે જીતુ વાઘાણી  વિરૂધ્ધ પોસ્ટરો લાગ્યા