કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ રાપેલ વિમાન સોદામાં ‘ઓફસેટ સાઝેદાર’ના સંદર્ભમાં ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના કથિત નિવેદનને લઈને શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ભારતીય રક્ષા દળો પર 130,000 કરોડ રૂપિયાની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન અને અનિલ અંબાણીએ મળીને ભારતીય રક્ષા દળો પર 130,000 કરોડ રૂપિયાની સર્જિકલ સ્ટ્રાઈક કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે, મોદીજી તમે આપણા શહીદોના રક્તનું અપમાન કર્યું છે. તમને શરમ આવવી જોઈએ. તમે ભારતની આત્મા સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાહુલ ગાંધીએ ઓલાંદના કથિત નિવેદનને લઈને શુક્રવારે વડાપ્રધાન પર નિશાન સાધ્યું હતું.



















