ગુજરાતની ૯૦% કોલેજો ઉદ્યોગપતિઓના હાથમાં : રાહુલ

894
guj2112017-2.jpg

કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ત્રીજા તબક્કાના ગુજરાત પ્રવાસનો વડોદરાથી શરૂ થયો હતો. ત્રણ દિવસ સુધા ચાલનારા આ પ્રવાસ દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પ્રવાસ કરશે. વડોદરાથી સવારે સડક માર્ગે નીકળેલા રાહુલ ગાંધી જંબુસર ખાતે પહોંચ્યા હતા. અહીંથી તેઓ જાહેરસભાને સંબોધવાનું શરૂ કર્યું હતું. જાહેરસભાને સંબોધતા જણાવ્યું કે, મોદી સરકાર માત્ર ૧૦-૧૫ ઉદ્યોગપતિઓનું વિચારે છે. ખેડૂતોનું દેવું દૂર કરવા માટે માત્ર ૩૩ હજાર કરોડની જરૂર છે. જે માત્ર એક ઉદ્યોગપતિને આપીને ખેડૂતો સાથે દગો કર્યો. જે ટાટા નેનો માટે સરકારે લોન અને જમીન આપી એ નેનો આજે ગુજરાત કે દેશના રસ્તાઓ ઉપર ક્યાંય જોવા નથી મળતી.
ગુજરાતમાં ચાલી રહેલા વિવિધ આંદોલનોનો ઉલ્લેખ કરતાં રાહુલગાંધીએ જણાવ્યું કે, ગુજરાતમાં આજે ચારેબાજુથી લોકો દુઃખી છે. તમામ દિશાઓમાંથી આંદોલનની હવા ચાલી જે દર્શાવે છે કે લોકો દુઃખી છે. દરેક સમાજમાં ગુસ્સો અને ફરિયાદો છે. જ્યારે ગુજરાતના ઉદ્યોગપતિઓની કોઈ ફરિયાદ નથી. તેમનાં કોઈ આંદોલન નથી. કારણ કે તેઓ મોદી સરકારને સમર્થન આપી રહ્યા છે.
નોટબંધી અને યુવાર રોજગાર અંગે પણ રાહુલ ગાંધીએ સરકારને આડે હાથ લીધી હતી. જ્યારે ગુજરાતની ૯૦ ટકા કોલેજો ઉદ્યોગપતિઓના હાથમાં છે. યુવાનોને શિક્ષણ માટે પહેલાં ફી માટે રૂપિયા કાઢવા પડે છે. પ્રાઈવેટ કોલેજોનું પ્રમાણ વધ્યું છે. એટલે ગરીબોને શિક્ષણ નથી મળતું. નોટબંધીથી જૂની નોટો રદ્દી થઈ ગઈ. કાળુ નાળું બહાર નથી આવ્યું. જેમણે અર્થવ્યવસ્થામાં ગરબડ કરી તેઓ વિદેશમાં જલસા કરી રહ્યા છે. તેમને સરકાર પકડી નથી શકી. ય્જી્‌ના મુદ્દે અરૂણ જેટલીના નામનો ઉલ્લેખ કરી રાહુલે આ ટેક્સને ગબ્બરસિંગ ટેક્સ ગણાવ્યો હતો. ઉદ્યોગપતિઓને પણ રાહુલ ગાંધીએ આડેહાથ લીધા અને કહ્યું કે કેટલાંક ગણાગાંઠ્યા ઉદ્યોગપતિઓએ દેશ ઉપર કબજો જમાવી લીધો છે. જેથી વર્તમાન સરકાર જનતાની નહીં પણ ઉદ્યોગપતિઓની છે. પરંતુ હવે પછીની આવનારી સરકાર આમજનતાની, ખેડૂતોની, નાના વેપારીઓની હશે. ભાજપ આખા દેશને રસ્તા બતાવે છે. વર્ષોથી જે રસ્તા બતાવ્યા છે તે ગુજરાતને હવે વાત સમજાય ગઈ છે.
રાહુલ ગાંધીએ સભાને સંબોધતા કહ્યું હતું કે મોદી સરકારે જીએસટીનો અમલ કરવામાં ખુબ ઉતાવળ કરી હતી. જીએસટી ૧૮ ટકાથી વધુ ન હોવો જોઈએપ તેમ કહ્યું હતું. પણ મોદીજીએ મારી વાત ન માની. સંસદનું સત્ર બોલાવ્યું અને જીએસટી લાગુ કરી દીધો. જીએસટી એટલે ગબ્બરસિંહ ટેક્સપ ગરીબો પાસેથી પૈસા છીનવી લેવાય છે. જીએસટીમાં ત્રણ મહિનામાં રીટર્ન ફાઈલ કરવાનાપ વેપારીઓ પરેશાન છે. ૮ નવેમ્બરે મોદીજીએ ૨ ટકા જીડીપી ગ્રોથ ઘટાડી દીધો. પુરે પુરો હિન્દુસ્તાન કહે છે કે નોટબંધી નિષ્ફળ ગઈ છે.
ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં સુધારો થયો છે. જેટલીજી પોતાની ઓફિસમાં બેસી રહે છે, હું કહું છું કે જેટલી નાના વેપારીઓને મળે અને પુછે કે તમારો બિઝનેસ કેટલો આગળ વધ્યોપ તમામ વેપારીઓ કહશે કે તમે અમને બરબાદ કરી નાંખ્યાપ નોટબંધી અને જીએસટીએ ધંધો ભાંગી નાંખ્યો છે. વેપારીઓની મનોદશા જાણો જેટલીજી.
ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે મતપેટીમાં સમાજ પોતાનો ગુસ્સો ઠાલવશે. ૨૨ વર્ષથી ભાજપની સરકાર ચાલે છે, તેમની હવે ગુજરાતમાં સરકાર નહી આવે.

Previous article કોંગ્રેસે રાષ્ટ્રવાદ ભાજપની પાસે શીખવાની જરૂર નથી : એહમદ પટેલ
Next article હાર્દિકનું આંદોલન પ્રાઇવેટ બની ગયાનો આક્ષેપ