સરદાર વિરૂધ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર રાહુલ ગાંધી માફી માંગે

921

રાહુલ ગાંધીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની નિર્માણ પામેલ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે અભદ્ર ટિપ્પણી કરતા અમરેલી જીલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસે ગુજરાત તથા સરદારનું અપમાન કર્યું છે. સરદારનું અપમાન ગુજરાતની જનતા તથા ભારતીય જનતા પાર્ટી સાખી નહીં લે, રાહુલ ગાંધીએ આ બાબતે માફી માંગવી જોઈએ. તેવી માંગ સાથે સુત્રોચ્ચાર કરાયા હતાં. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા, મહામંત્રી રવુભાઈ ખુમાણ, મંત્રી ચેતનભાઈ શિયાળ, જિલ્લા યુવા ભાજપ પરિવાર રાજુલા જાફરાબાદ ભાજપ આગેવાનો જોડાયા હતાં.

Previous articleકેનાલમાં પાણી છોડવાની માંગણી સાથે ગઢડાના ખેડૂતોના ધરણા, આવેદન અપાયું
Next articleઆંતર યુનિ. કબ્બડ્ડી સ્પર્ધામાં પસંદગી