સરદાર સાહેબની પ્રતિમામાં ઘણાને ચૂંટણી દેખાઇ : મોદી

1075

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટમાં નવા બનાવાયેલા મહાત્મા ગાંધી મ્યુઝિયમનું ઉદ્‌ઘાટન કર્યું હતું. ૨૬ કરોડના ખર્ચે આ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટમાં જુદા જુદા કાર્યક્રમોમાં મોદી રહ્યા હતા. મહુડી ખાતે નિર્મિત ૩૮૪ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. સાથે સાથે રૈયાધાર ખાતે ૨૪૦ આવાસોનું ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મોદીએ રાજકોટમાં મહિલાઓ સાથે ટેકનોલોજી મારફતે વાત કરી હતી અને ત્યારબાદ સંબોધન પણ કર્યું હતું. રૈયાધારવાસીઓ સાથે મોદીએ પાંચ બહેનો સાથે ઓનલાઈન વાત કરી હતી જેમાં મોદીએ મહિલાોને કેટલાક સૂચનો કર્યા હતા. ઉપરાંત ગાંધી મ્યુઝિયમનું મોડેથી નિરીક્ષણ કર્યું હતું. ગાંધી વિચાર દુનિયા માની રહી છે. મોદીએ પોતાના સંબોધનમાં અહીં કહ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારક અમે બનાવી રહ્યા છીએ. સરદાર સાહેબની ઉંચાઈ એટલી હતી કે, આપણે તેમની પાસે પહોંચવું મુશ્કેલ છે. દેશ માટે મોટું કામ કરનાર સરદાર સાહેબને વિરોધીઓ ભુલી ગયા છે. પ્રતિમામાં પણ કેટલાકને ચૂંટણી દેખાવવા લાગી છે. આપણી જવાબદારી છે કે, સરદાર સાહેબના વિરાટ સ્વરુપને જાણીએ. સમગ્ર દેશની શ્રદ્ધાનું પ્રતિક છે. દેશની છ લાખ ગામની માટી, પાણી સરદાર સાહેબની પ્રતિમામાં જોડ્યું છે. તેમાં પણ કેટલાક જાતિ દેખાય છે.

સરદાર સાહેબની પ્રતિમામાં રાજકારણ ન રમવા મોદીએ સૂચન કર્યું હતું. મોદીએ કહ્યું હતું કે, સરદાર સાહેબને ભુલાવી દેવાના તમામ પ્રયાસો થયા હતા પરંતુ અમે તેમના ગૌરવને જાળવવા આગળ વધી રહ્યા છે. મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે, અમારી કોશિશ છે કે દેશના ઇતિહાસની સ્વર્ણિમ અને સમાજ ઇતિહાસ ભૂલી જાય છે તેનામાં ઇતિહાસ રચવાનું સામર્થ્ય પુરૂ થઇ જતું હોય છે. નવો ઇતિહાસ રચવાનું હિદુસ્તાનમાં છે. આજની માનવ જાતની દુવિધાની માર્ગદર્શન કોઇ એક વ્યક્તિ પાસેથી સઘળી સમસ્યાનું ઉકેલ હોય તો તે છે પૂ. બાપુ. સૌરાષ્ટ્રની ધરતી જ્યાં સુદર્શન ચક્રધારી મોહન અને ચરખાધારી મોહન પ્રાપ્ત થયો છે. બન્ને મોહનોએ યુગો પર પ્રભાવ પેદા કર્યો છે. બીજી ઓક્ટોબરે મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે એક યુગનો જન્મ થયો હતો. હવે રાજકોટ ગાંધી જીવનના નકશાનું એક મહત્વનું અંગ બની ગયું છે. જેને ગાંધીજીના બાળપણને સમજવું હોય તેણે રાજકોટ આવવું જ પડશે. આજે વિશ્વ જે પર્યાવરણની સમસ્યા સામે ઝુઝી રહ્યો છે. આજથી ૧૦૦ વર્ષ પહેલા પ્રકૃતિની રક્ષા, પ્રેમ અપરિગ્રહ આ મૂળભૂત તત્વોને કોણ પ્રબોધન કરતું હતું, આપણી સામે તરત જ નામ આવે મહાત્મા ગાંધી. યુનાઇટેડ નેશન એ ચેમ્પિયન ઓફ અર્થ તરીકે સન્માન નરેન્દ્ર મોદીને આપ્યો. જેના સાચા હકદાર દેશવાસી અને મહાત્મા ગાંધી છે. પર્યાવરણ પ્રત્યેની સાંસ્કૃતિક પરંપરા ભારત દેશની છે.બાપુના જીવનમાં સ્વચ્છતા મહત્વપૂર્મ બાબત હતી. આઝાદી અને સ્વચ્છતા બેમાંથી કોઇ એક પસંદ કરવાનું થશે તો હું પહેલા સ્વચ્છતા પસંદ કરીશ.

Previous articleસુબ્રમણ્યમ સ્વામીનો ઘટસ્ફોટ  નેતાજીની હત્યામાં રૂસના પૂર્વ રાષ્ટ્રપતિની ભૂમિકા
Next articleસર્જિકલ સ્ટ્રાઇક પ્રોક્સીવોરનો જવાબ હતો : મોદીની સાફ વાત