1 ઓક્ટોબરથી લાગુ થઇ રહ્યા છે આ 5 નિયમ

1267

સરકારના નિર્ણયો તેમદ બજારમાં થયેલા ફરેફારોથી 1 ઓક્ટોબરથી આપણા ખિસ્સા પર અસર જોવા મળશે. જોકે ખિસ્સા પર ભાર વધવાની સાથે થોડી રાહત પણ મળવાના અણસાર છે. આવો જાણીએ કે 1 ઓક્ટોબરથી આપણા જીવનમાં કયા ફેરફાર થવાના છે.

(2)સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો
મોઘવારીના મારથી ત્રસ્ત જનતાને હજી એક વધારો સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં કરેલા ધરખમ વધારા બાદ હવે મહિલાઓના રસોડા પર સરકારે સીધો હુમલો બોલાવી દેતા એલ.પી.જી ગેસના ભાવમાં પણ વધારો કરી કરવામા્ આવ્યો છે. જ્યારે સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. એલપીજી સબસીડી ગેસ અને બિન સબસીડી એમ બંન્નેના ભાવોમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સબસીડી ગેસ સિલેન્ડરની કિંમતમાં 2.89 રૂપિયાનો વધારો કરતા જે સિલિન્ડરનો ભાવ 499.21 રૂપિયા હતો તે વધીને 502.40 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જ્યારે બિન સબસીડી ગેસ સિલિન્ડરના ભાવમાં 59 રૂપિયાનો વધારો કરતા 820 રૂપિયાથી વધીને 879 રૂપિયા કરી દેવામાં આવ્યા છે.

(1) પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ, એનએસસી અને ખેડૂત વિકાસ પત્ર પર મળશે વધારે વ્યાજ
સરકારની તરફથી ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના ત્રણ માસ માટે સ્મોલ સેવિંગ ડિપોઝિટ સ્કીમો પર વ્યાજ દર વધાર્યા છે. આ વધારાયેલા દર એક ઓક્ટોબરથી લાગુ થઇ જશે. એવામાં ટર્મ ડિપોઝિટ, રિકરિંગ ડિપોઝિટ, વરિષ્ઠ નાગરિક, બચત એકાઉન્ટ, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્રો પીપીએફ, ખેડૂત વિકાસ પત્ર અને સુકન્યા સમાધિ યોજના પર પહેલાથી 0.40 ટકા વદારે વ્યાજ મળશે.

(3)સીએનજીના ભાવમાં વધારો
સરકારે રવિવારે સિએનજીના ભાવમાં વધારો કર્યો છે. દિલ્હીમાં સીએનજીના ભાવમાં 1.70 રૂપિયા પ્રતિ કિલો અને નોઇડામાં 1.95 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે જણાવ્યું હતું કે સીએનજીના વધેલા ભાવ 30 ઓક્ટોબરની અડધી રાતથી લાગુ થઇ જશે. સીએનજીના ભાવમાં વાધાર બાદ દિલ્હીમાં અત્યારે સીએનજી 44.30 રૂપિયા પ્રતિ કિલો મળશે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાજીયાબાદમાં તેની કિંમત 51.25 રૂપિયા કિલો થશે.

(4)ટ્રાન્ઝેક્શન ફી ચાર્જ કરવામાં આવશે નહીં
બોમ્બે સ્ટોક એક્સચેન્જ 1 ઓક્ટોબરથી કોમોડિટી ડેરિવેટિવ્સમાં કારોબાર શરૂ કરવા જઇ રહ્યું છે. એક્સચેન્જમાં કહ્યું કે તેણે કોમોડિટી બજાર કારોબાર શરૂ કરતા પહેલા વર્ષમાં ટ્રાન્ઝેક્શન ફી ન લેવાનો નિર્ણય લીધો છે.

(5)કોલ ડ્રોપ પર લાગશે દંડ
કોલ ડ્રોપને રોકવા માટે ટ્રાઇએ કહ્યું હતું કે નવા પેરામીટરના પ્રભાવમાં આવવાથી કોલ ડ્રોપની સમસ્યાથી મોટો ફેરફાર થશે. તેમાં કોલ ડ્રોપ થવા પર મોબાઇલ ઓપરેટર કંપનીઓ પર મોટા પ્રમાણમાં દંડ લાગાવવામાં આવશે. આ વ્યવસ્થા એક ઓક્ટોબરથી લાગુ થઇ ગઇ છે.

Previous articleરાજકપૂરના પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની વયે નિધન
Next articleમોદી જેવા પીએમ કોઈ નહીં, એક ભાઈ ઓટો ચલાવે અને બીજો દુકાન : બિપ્લવ દેબ