જેમને રાજનીતિના પાઠ ભણાવ્યા તેઓ આજે અમારી વિરૂદ્ધ નિવેદન આપી રહ્યા છે : નીતિશ કુમાર

1226

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આરએલએસપીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ પર નિશાન સાધ્યુ છે. નીતશ કુમારે જણાવ્યુ કે, જેમને રાજનીતિના પાઠ ભણાવ્યા તેઓ આજે અમારી વિરૂદ્ધમાં નિવેદન આપી રહ્યા છે. નીતિશ કુમારે આ પ્રકારનું  નિવેદન કુશવાહ સમાજના નેતાઓ સાથે કરેલી એક બેઠક દરમ્યાન આપ્યુ હતું, કુશવાહ સમાજના લોકો બિહારમાં મોટા પ્રમાણમાં શાકભાજીનું ઉત્પાદન કરે છે.

નીતિશ કુમારે શાકભાજી ઉત્પાદન કરતા કુશવાહ સમાજના લોકોને ખુશ કરવા માટે નવી યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરી છે. ગત્ત દિવસે આરએલએસપીના મહાસચિવ નાણમણિએ કહ્યુ હતુ કે, બિહારમાં સરકાર નીતિશ કુમાર નથી ચલાવી રહ્યા. બિહારમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ ગઈ છે.

નીતિશ કુમારના રાજમાં વિકાસના કામ ઠપ્પ થઈ ગયા છે. નાગમણિએ વધુમાં રહ્યુ કે, હવે એ જોવાનું રહેશે કે, એનડીએ ઇન્જીઁને કેટલી બેઠક આપે છે અને બેઠકની ફાળવણી માટે કેવા પ્રકારનો નિર્ણય લે છે. જે  બાદ ઇન્જીઁ એનડીએમાં રહેવુ કે નહીં તે અંગે નિર્ણય લેશે.

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે આરએલએસપીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહ પર નિશાન સાધ્યુ છે.

Previous articleભાગેડુ મુશર્રફ અજ્ઞાત બીમારીથી પીડિત, અશક્ત થઈ રહ્યા હોવાનો નિકટતમ નેતાનો દાવો
Next articleઈન્દિરા ગાંધી રાજીવ ગાંધીના લગ્ન એક્ટર રાજ કપૂરની પુત્રી સાથે કરાવવા ઈચ્છતા હતા!