મનપા દ્વારા ફરી એકવાર મિલકતવેરાની કડક ઉઘરાણી કરાશે

587
gandhi7112017-1.jpg

ગાંધીનગર મહાપાલિકા દ્વારા દિવાળી પહેલાં મિલકતવેરાના બાકીદારો પર તવાઇ ઉતારી હતી અને ૧૭ એકમોને સીલ મારવામાં આવ્યા હતાં. જેના પગલે અન્ય ૧૯ બાકીદારો કે જે એકમ પર મહાપાલિકાની ટીમ સીલ મારવા માટે પહોંચી હતી. તેવા બાકીદારોએ રોકડા અથવા ચેક આપીને કાર્યવાહીથી છુટકારો મેળવ્યો હતો. તેમાં મહાપાલિકાને રૂપિયા ૨ કરોડની આવક થઇ હતી. હવે દેવદિવાળી બાદ ટેક્સ બ્રાન્ચ દ્વારા કર વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહીના ફરીથી શ્રીગણેશ કરવામાં આવનાર છે. 
ડેપ્યુટી મ્યુ.કમિશનર જે બી બારૈયાએ જણાવ્યું કે નવરાત્રી દરમિયાન ૬૦૦ મોટા બાકીદારોને સરકારી લેણા ભરપાઇ કરવા માટે આખરી નોટિસ આપી દેવામાં આવી હતી અને નાણા ભરનાર બાકીદાર એકમોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવશે તે વાત સ્પષ્ટ જણાવી દેવામાં આવી હતી. હવે તહેવારના દિવસો પુરા થવાની સાથે આગળની કામગીરી શરૂ કરાશે. 

Previous articleકેબલ સળગાવી કોપર કાઢીને ૪૮ હજારની મત્તાની ઉઠાંતરી
Next articleપર્યાવરણ માટે સ્કુલ ઓફ લીબરલ સ્ટડીઝ દ્વારા રેલી કઢાઈ