લવબર્ડને ગળી ગયા બાદ પાંજરામાં ફસાયો કોબ્રા સાપ

873
guj7112017-3.jpg

રાજુલાની બ્રાહ્મણ સોસાયટીના મકાનમાં કિંમતી લવબર્ડ નામના પક્ષીના પાંજરામાં ઝેરી સાપ કોબ્રા ધુસી જઈ લવબર્ડ પક્ષીને ગળી તો ગયો પછી પાંજપરામાં સલવાયો સાપ સંરક્ષણ મંડળના પ્રમુખે આવી પકડી સુરક્ષીત જગ્યાએ છોડાયો.
રાજુલાની બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા કોળી ખોડિયાર પાનવાળા ભરતભાઈના મકાનમાં પક્ષી પ્રેમીએ પાળેલ કિંમતી લવ બર્ડ નામના પક્ષીના પીંજરામાં રાત્રે ૧ વાગે ઘરધણીને અવાજ થતા જાગી જોવુ તો અતિ ઝેરી કોબ્રા સાપ લવબર્ડ પક્ષીના પાંજરામાં અને પક્ષી સાપના પેટમાં હોય પછી બહાર નિકળવાની જગ્યા જાળીમાંથી ટુંકી પડતા સલવાયો તુરંત જ ભરતભાઈએ પ્રકૃતિ પ્રેમી અને સર્પ સંરક્ષણ મંડળના પ્રમુખ અશોકભાઈ સાંખટને ફોન દ્વારા જાણ કરતા અશોકભાઈ તેની ટીમ સાથે રાત્રે ૧ વાગ્યો સ્થળ પર આવી માંડ માંડ પાંજરામાંથી સાવચેતી રૂપે પકડી પાડી સુરક્ષીત જગ્યાએ છોડી આવ્યા જે ત્યારે ઘરના તમામ સભ્યોએ લવબર્ડ પક્ષીના મોતના ગમ સાથે સર્પ મુકી આવ્યાથી રાહતના દમ ખેચ્યો હતો.