અમદાવાદ : GMDC ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ

696

અમદાવાદ શહેરના જીએમડીસી ગ્રાઉન્ડમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સરકારી તંત્ર, ગુજરાત ટુરિઝમ, સંસ્થાઓના સહયોગથી દર વર્ષે થતાં રાસ-ગરબાના આયોજનની ૧૦મી ઓક્ટો. બુધવારના રોજ મુખ્ય પ્રધાનના હસ્તે વિધિવત શરુઆત થઇ હતી. જૂદા જૂદા કલાકારો દ્વારા ગુજરાતના માતાજીના મંદિરોનો ઇતિહાસ રજૂ કરવામાં આવ્યો હતો, સાથે રાસ-ગરબા-ગરબી, નૃત્યનું વિશાળ સ્ટેજ પર પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે દેશ-વેદેશના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતાં. નવરાત્રિ ઉત્સવની શરુઆતે વિશાળ સ્ટેજ, વિવિધ પ્રદર્શનો , સ્ટોલ્સ અને રાસ-ગરબાની રમઝટ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્‌યા હતા.

Previous articleસ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ સ્થળે અધિકારીઓની મુલાકાતનો ધમધમાટ, પૂર્વ તૈયારીઓ અંતિમ ચરણમાં
Next articleવડાપ્રધાન ‘મોદી’ ભ્રષ્ટ, રાજીનામું આપે : રાહુલ