ભાવનગર મહાનગર પાલિક દ્વારા ઘોઘાસર્કલ વોર્ડમાં સેવા સેતુ કાર્યક્રમ થયો હતો. આ સેવા સેતુ કાર્યમાં પ૭૧ લાભાર્થીઓ ભાગ લીધો હતો. જેમાં આધારકાર્ડ, આવક દાખલા, માં અમૃત અને વિવિધ સરકારની યોજનાઓના દાખલાઓ કાઢી દેવાયા હતા. ઘોઘા સર્કલ વોર્ડમાંથી નગરસેવક અભયસિંહ ચૌહાણ, હિતેશભાઈ સોલંકી, યોગીતાબેન પંડયા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમ જાણવા મળે છે.
















