સિંહોના મોત મામલે ધાનાણી-રૂપાણી આમને સામને, પત્ર લખીને સરકારને ઝાટકી

690

ગીરમાં થયેલા સિંહોના મોત મામલે ફરી રાજકિય ગરમાવો શરૂ થયો છે. આજે વિરોક્ષ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સિંહોના રક્ષણ માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી છે, અને રૂપાણી સરકારને અનેક સવાલો કરવામાં આવ્યા હતા. આજે વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સીએમ રૂપાણીને સિંહોના મોત અંગે પત્રમાં ૧૩ સવાલો પૂછ્યા હતા.

રૂપાણીએ લખેલા પત્રમાં સિંહોના મોત અંગે વાત કરી છે. તેમને સરકારને ટાંકીને લખ્યું છે કે, ગીર મેનેજમેન્ટ પ્લાન અને ગીર રક્ષીત જંગલમાં વન અધિકારીને ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે. આ અધિકારીઓ ચાલીને જંગલમાં પેટ્રોલીંગ કરતા નથી.

વધુમાં રૂપાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે સિંહના સંવર્ધન માટે કશુ કર્યુ નથી. સિંહના સંવર્ધનના રૂપિયા તંત્ર ચાઉં કરી ગયું છે. કરોડો રૂપિયા ફાળવવા છતાં રાજ્યમાં રસી કેમ ન થઈ. ધાનાણીનો આક્ષેપ લગાવ્યો કે, સિંહોના મૃત્યુ માનવસર્જીત કહી શકાય તેમ છે. સરકારે સર્વોચ્ચ અદાલતની નોંધને પણ અવગણી છે.

ફોરેસ્ટર અને ફોરેસ્ટર ગાર્ડને દર મહિને ૧૦૦ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે, તો રેન્જ ઓફીસરને દર મહિને ૮૦ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે.

એસીએફને દર મહિને ૬૫ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. અને ડીસીએફને દર મહિને ૫૦ કિમી ચાલીને પેટ્રોલીંગ કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિકારીઓ ૧૦ ટકા જોગવાઇનું પણ પાલન કરતા નથી. આ અધિકારીઓએ ચાલીને પેટ્રોલીંગ કરવાનું હોય છે તેના બદલે તેઓ જીપ્સી લઇને પેટ્રોલિંગ કરે છે જેના કારણે સિંહોની ખામીઓ સામે આવતી નથી.

Previous articleમુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે
Next article‘બાપુ’ના પુત્ર મહેન્દ્રસિંહનું ભાજપમાંથી રાજીનામું