બુધેલ ગામે જીતુ વાઘાણીની વિરૂધ્ધ પોસ્ટરો લાગતા પોલીસ દોડી ગઈ

765
bvn11112017-10.jpg

ગુજરાત ભાજપ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની વિરૂધ્ધના પોસ્ટરો બુધેલ ગામે લગાવવામાં આવ્યા હતા જેની જાણ થતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને પોસ્ટરોને હટાવ્યા હતા.
બુધેલ ગામના પૂર્વ સરપંચ દાનસંગભાઈ મોરી અને જીતુભાઈ વાઘાણી વચ્ચેના વિવાદમાં બુધેલના ગ્રામજનોએ ગામમાં જીતુભાઈ વાઘાણીએ પ્રવેશ કરવો નહીં તેવા પોસ્ટરો ગઈકાલે લગાવ્યા હતા. જેની જાણ થતા પોલીસ સ્ટાફે તે પોસ્ટરોને હટાવ્યા હતા. જેમાં આજે ફરી તે પોસ્ટરો લાગતા ડીવાયએસપી ઠાકર સહિતનો પોલીસ સ્ટાફ દોડી જઈ પોસ્ટરો હટાવતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે તુંતુંમેંમેં થઈ હતી. જો કે બાદ સમજાવટ થતા મામલો થાળે પડ્યો હતો.