અશોક લેલેન્ડનાં હોસુર યુનિટ-૨ને ડેમિંગ પ્રાઈઝ

820
guj12112017-6.jpg

હિંદુજા ગ્રૂપની ફ્લેગશિપ કંપની અશોક લેલેન્ડને તેનાં હોસુર યુનિટ ૨ ઉત્પાદન પ્લાન્ટ માટે પ્રતિષ્ઠિત ૨૦૧૭ ડેમિંગ પ્રાઇઝ મળ્યું હતું. ડેમિંગ પ્રાઇઝ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટમાં સર્વોચ્ચ ગણાતાં એવોર્ડમાં સામેલ છે. તે આંતરરાષ્ટ્રીય એવોર્ડ છે, જે દુનિયામાં સૌથી જૂનાં અને અતિ વ્યાપક માન્યતા ધરાવતાં એવોર્ડમાં સામેલ છે. આ એવોર્ડ એવી કંપનીઓને એનાયત થાય છે, જેણે ગ્રાહકલક્ષી વ્યાવસાયિક ઉદ્દેશો અને વ્યૂહરચનાઓ સ્થાપિત કરી છે તથા તેને હાંસલ કરવા ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ (ટીક્યુએમ)નો અમલ કર્યો છે. વર્ષ ૨૦૧૬માં અશોક લેલેન્ડનો પંતનગર પ્લાન્ટ દુનિયામાં પ્રથમ ટ્રક અને બસ પ્લાન્ટ તથા જાપાનની બહાર એકમાત્ર સીવી ઉત્પાદક બન્યો હતો, જેને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો હતો. ચાલુ વર્ષે હોસુર યુનિટ ૨ પ્લાન્ટે એવોર્ડ જીતવાની સાથે અશોક લેલેન્ડ સતત આ એવોર્ડ મેળવનાર જાપાનની બહાર એકમાત્ર સીવી ઉત્પાદક બની છે. 
અશોક લેલેન્ડનાં મેનેજિંગ ડિરેક્ટર  વિનોદ કે દસારીએ કહ્યું હતું કે, “અશોક લેલેન્ડ બ્રાન્ડ ગુણવત્તાનું પ્રતીક છે. અમારો પ્રયાસ અમારી દરેક કામગીરીમાં શ્રેષ્ઠ ગુણવત્તા હાંસલ કરવાનો છે. અમારાં બીજા યુનિટ માટે સતત ડેમિંગ પ્રાઇઝ જીતવું અમારાં પ્રયાસો અને અમારી માન્યતાનો પુરાવો છે.  અશોક લેલેન્ડનાં ક્વોલિટી, સોર્સિંગ અને સપ્લાય ચેઇનનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ  આર સિવનેસને કહ્યું હતું કે, “પતંનગર પછી હવે અમારાં હોસુલ પ્લાન્ટે ટીક્યુએમમાં સર્વોચ્ચ એવોર્ડ મેળવ્યો છે, જે જાપાનની બહાર અન્ય કોઈ સીવી ઉત્પાદક કંપનીએ મેળવ્યો નથી. આ એવોર્ડ લોકોનાં અસરકારક વ્યવસ્થાપન સાથે અમારી ગુણવત્તા સાથે સંબંધિત પ્રક્રિયાઓ અને અમારાં ગ્રાહકલક્ષી અભિગમનું પરિણામ છે. પ્લાન્ટ બે દાયકા અગાઉ સ્થાપિત થયો હતો, છતાં તેમાં પેઇન્ટ શોપ અને પ્રેસ શોપ સહિત અત્યાધુનિક ફિનિશિંગ અને એસેમ્બલિંગ સુવિધાઓ સ્થાપિત કરવામાં આવી છે. 
અશોક લેલેન્ડનાં મેનુફેક્ચરિંગ અને પ્રોજેક્ટ પ્લાનિંગનાં સીનિયર વાઇસ પ્રેસિડન્ટ હરિહર પીએ કહ્યું હતું“અમારી ઉત્પાદન સુવિધા માટે ડેમિંગ પ્રાઇઝ મેળવવો અમારાં માટે ખરેખર ગર્વ કરવા જેવી સફળતા છે. 
અમે તમામ પ્રક્રિયાઓમાં વૈશ્વિક કક્ષાની ગુણવત્તા જાળવવાનો પ્રયાસ કરે છે, જેનાં પરિણામે અમને આ પ્રાઇઝ મેળવવામાં મદદ મળી છે. 

Previous articleરાજુલા વિધાનસભા બેઠક લડવા કોંગ્રેસમાંથી દાવેદારોનું લોબીંગ
Next articleફ્લિપકાર્ટ દ્વારા મેડ ફોર ઈન્ડિયા બિલિયન કેપ્ચર+ સ્માર્ટફોન લોન્ચ કરાયો