પાલીતાણા મેલડી માતાના મંદિરે હવન, બટુક ભોજનનું આયોજન

940

પાલીતાણામાં તા.ર૩-૧૦-૧૮ના રોજ તળેટી વિસ્તારમાં આવેલ આરીસા ભવનની સામે પીપરવાળી મેલડી માતા મંદિરે દર વર્ષની જે આ વર્ષે પણ આસો સુદ ચૌદશના હોમ હવન તેમજ બટુક ભોજનનું આયોજન કરવામાં આવેલ.

આ પીપરવાળી મેલડી માતાના મંદિરે નવરાત્રિના દિવસે દરમિયાન શ્રધ્ધાળુ મોટીસંખ્યામાં દર્શન કરવા પધારે છે અને નવરાત્રિ બાદ આસો સુદ ચૌદશના હોમ હવન અને બટુક ભોજનનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ પ્રસંગે આજુબાજુ વિસતારના બાળકો તેમજ સ્થાનિક લોકોએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળના કાર્યકર્તાઓ તેમજ લારી ગલ્લા યુનિયનના સભ્યો તેમજ મેલડી માતા મંદિર મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવેલ.

Previous articleધંધુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં માટીનું ધોવાણ થતા ખેતરો પાણીથી ભરાયા
Next articleરાજુલાના કુંભારીયા રોડનું જોલાપરી નદીનું તુટી ગયેલ નાળુ નવુ બનાવવાની માંગણી