મોદી અલગ માટીના બન્યા છે, તેઓ રજા લેતા નથી : પાસવાન

724
guj12112017-10.jpg

કેન્દ્રીયમંત્રી રામવિલાસ પાસવાને પણ આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ભાગરુપે પ્રચાર અર્થે પહોંચ્યા હતા. પાસવાને દાવો કર્યો હતો કે, ગુજરાતમાં ભાજપ ફરી એકવાર પ્રચંડ જીત મેળવશે. પ્રજાજનોના મૂડને તેઓ જોઈ ચુક્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, મોદી અલગ માટીના બનેલા છે, ક્યારેય રજા લેતા નથી. દિવસરાત રાષ્ટ્ર માટે સમર્પિત રહે છે. આજે ભાજપ મિડિયા સેન્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ની દૂરંદેશીતાના કારણે ગુજરાત મોડેલ એ દેશ અને દુનિયામાં પ્રચલિત થયું છે. ગુજરાતની વિકાસ યાત્રાને કારણે કેન્દ્રમાં ૩૦ વર્ષ પછી સ્પષ્ટ બહુમતિ સાથે એનડીએની સરકાર બની છે. થોડા જ સમયમાં રાજ્યસભામાં પણ બહુમતિ મળશે તેવો આશાવાદ પાસવાને વ્યક્ત કર્યો હતો. સાડા ત્રણ વર્ષના નેતૃત્વાળી કેન્દ્ર સરકારના પારદર્શી શાસનના કારણે વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. પહેલા જ્યારે ભારતના વડાપ્રધાન દેશવિદેશમાં જાય ત્યારે નોંધ સુદ્ધા પણ લેવાતી નહોતી અને અત્યાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના કેન્દ્રબિન્દુ બન્યા છે. સાડા ત્રણ વર્ષના શાસનમાં જનધન યોજનાથી લઇને અત્યાર સુધી અગણિત યોજનાઓ લાગૂ કરવામાં કેન્દ્ર સરકાર સફળ રહી છે. 
૧૯૮૯થી અત્યાર સુધી મેં મારા રાજકીય જીવનમાં સતત કાર્યશીલ રહેતા નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન જોયા નથી. રામવિલાસ પાસવાને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે હમેશા ડો. બાબાસાહેબ આંબેડકરની અવગણના કરી હતી. 
કોંગ્રેસના એક પરિવાર માટે સંસદના સેન્ટ્રલ હોલમાં ત્રણ-ચાર ફોટા માટે જગ્યા મળતી પરંતુ બાબાસાહેબના ફોટા માટે જગ્યા મળતી નહોતી. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા એટલે તેમની લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા અને સંવિધાનના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના જીવન સાથે જોડાયેલી મહત્વપૂર્ણ ઘટનાના સ્થળોએ પાંચ સ્મારકો બનાવીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે તે બદલ આખો દલિત સમાજ તેમનો આભારી છે. પાસવાનને જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય ઇચ્છાશક્તિને કારણે કોઇપણ કામોના સર્વેને અમે લોકો ખાતમુહુર્ત અને લોકાર્પણમાં પરિવર્તિત કરી શક્યા છીએ. મોદી અલગ માટીના બનેલા છે, એ ક્યારેય રજા લેતા નથી. સવાર બપોર સાંજ અલગ અલગ સ્થળોની મુલાકાત લઇને દિવસ રાત રાષ્ટ્ર માટે સમર્પિત છે તેમની સાથે હું જોડાયેલો છું એ મારા સામે ખુબ જ ગૌરવની વાત છે અને આખા દેશને તે બદલ ગૌરવ છે.

Previous articleપાર્લામેન્ટરી બોર્ડની ૧૫મીએ દિલ્હીમાં બેઠક થશે : વાઘાણી
Next articleસ્મૃતિની સેલ્ફી….