પાકિસ્તાન ટીવી પર નહીં પ્રસારિત થઇ શકે હિન્દી ફિલ્મો, સુપ્રિમ કોર્ટે આપ્યો આદેશ

1038

પાકિસ્તાનમાં રહેતા બોલિવૂડ ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ભારતીય ફિલ્મો અને ટેલિવિઝન શોઝને  સ્થાનિક ચેનલો પ્રસારિત કરવા પર પ્રતિબંધ મુક્યો છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા આ નિર્ણય યુનાઈટેડ પ્રોડ્યુસર્સ એસોસિએશનની અરજી પર આપવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાની ટીવી ચેનલો પર વિદેશી કન્ટેન્ટ મોટા પ્રમાણમાં ઓન એર થાય છે જે દેશના હિતમાં નથી હોતી.

પાકિસ્તાન સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ  મિયાં સાકીબ નિસાર દ્વારા હિન્દી ફિલ્મો અને ટીવી શો પર બેન લગાવતા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે તેઓ માત્ર તે જ કન્ટેન્ટ પ્રસારિત કરી શકે છે જે દર્શકો માટે યોગ્ય છે. નાસિરએ કહ્યું કે તે લોકો (ભારતીય) તો આપણા ડેમનું બાંધકામ પણ અટકાવી રહ્યાં છે તો આપણે શું તેમના ચેનલો પર પણ બેન ન કરી શકીએ.

જો કે આ પહેલીવાર નથી કે પાકિસ્તાનમાં હિન્દી ફિલ્મોની કન્ટેન્ટ પર બેન લગાવ્યું છે. પહેલા વર્ષ ૨૦૧૭ માં પણ પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરીટીએ ભારતીય ફિલ્મો પર બેન લગાડવો પડ્યો હતો. પછી આ રોક ભારતીય ચેનલો સાથે એફએમ ચેનલો પણ લાગુ કરવામાં આવી હતી.

Previous articleપોંડિચેરીના મુખ્યમંત્રી અને ઉપ રાજ્યપાલ કિરણ બેદી વચ્ચે અણબનાવ
Next articleપાકિસ્તાનમાં લોકશાહી મરી ગઇ છે, સૈન્ય ચલાવે છે દેશઃ રેહમ ખાન