રાયડી ડેમની કેનાલમાં બે દિવસમાં પાણી નહીં છોડાય તો ખેડૂતોની આંદોલનની ચિમકી

725

રાયડી ડેમની કેનાલનું ર દિવસમાં પાણી છોડવામાં નહીં આવે તો ૧૦ ગામના ખેડૂતો અને સરપંચોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી આપી હતી.

તા.૩૦ના રોજ રાયડી ડેમ (બારમણ) ખાતે ૧૦ ગામડા ખેડૂતો અધિકારીઓને રૂબરૂ પાણી છોડવા માટે રજૂઆત કરવા ગયા હતા. જ્યાં એક પણ અધિકારી હાજર ન હોવાથી ખેડૂતો રોષે ભરાયા હતા. સરપંચોએ જવાબદાર અધિકારીઓને તા.૩૦ના રોજ ટેલિફોનિક જાણ હાજર રહેવા કરવા છતા એક પણ અધિકારી ઓફિસે હાજર ન હોય જેથી ૧૦ ગામના ખેડૂતો પાણી રાયડી ડેમ છોડવામાં ર દિવસમાં નહીં આવે તો ૧૦ ગામના ખેડૂતોનો પાક નિષ્ફળ જશે તેની સંપૂર્ણ જવાબદારી જે-તે અધિકારીની રહેશે. ર દિવસમાં રાયડી ડેમનું પાણી છોડવામાં નહીં આવે તો ૧૦ ગામનાનું પાણી છોડવામાં નહીં આવે તો ૧૦ ગામના ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે.

પ્રતાપભાઈ જોરૂભાઈ વરૂ-બાલાનીવાવ તથા અમકુભાઈ વરૂ મીઠાપુર, પ્રવિણભાઈ વરૂ મીઠાપુર, જીકાદ્રી સરપંચ આલકુભાઈ વરૂ, પ્રતાપભાઈ (કિસાન સંઘ મંત્રી), કાંતિભાઈ વાટલીયા કંથારીયા, અમરૂભાઈ વરૂ દુધાળા, મંગળુભાઈ વરૂ જીકાદ્રી, ચંદુભાઈ પટેલ ચોત્રા, પ્રશાંતભાઈ પટેલ મોટા બારમણ, દુલાભાઈ નાના બારમણ, ભરતભાઈ બોરીચા ચોત્રા (સરપંચ) સહિત જોડાયા હતા.

Previous articleસિહોરની જે.જે.મહેતા ગર્લ સ્કૂલની બહેનો માટે એક દિવસીય ગરબા મહોત્સવ યોજાયો
Next articleરાજુલાની પુંજાબાપુ ગૌશાળા દ્વારા દિવાળી નિમિત્તે ગરીબોને મિઠાઈ અને વસ્ત્રદાન