મુલોજ ગામના સોલાર પાવર પ્રોજેકટ સામેના વચગાળાના મનાઈ હુકમ સામે ’સ્ટે’

940

મોડાસાના પ્રાંત અધિકારીએ ગત ૨૦મી ઓકટો.વગર મંજૂરીએ શરૃ કરાયેલા પ્રોજેકટના બાંધકામ સામે મનાઈ હુકમ ફરમાવ્યો હતો

મોડાસા તાલુકાના મુલોજ ગામે ૧૧ સર્વે નંબરની આશરે ૫૦૦ એકર જમીનમાં ૪૦ મેગાવોટના સોલર પ્લાન્ટ માટે હાથ ધરાયેલા બાંધકામ મંજૂરી વગરનું અને કાયદા વિરૃધ્ધ હોવાથી ભારે વિવાદો ઉઠયા હતા. આ સ્થળે બિનઅધિકૃત રીતે બીનખેતી હેતુનો ઉપયોગ કરાતાં જ ઉઠેલા વિરોધના સૂર બાદ પ્રાંત અધિકારી દ્વારા વચગાળાનો મનાઈ હુકમ અપાયો હતો.પરંતુ અરજદાર કંપનીએ આ હુકમ સામે અપીલ કરતાં જિલ્લા કલેકટર કોર્ટ દ્વારા વચગાળાના મનાઈ હુકમ સામે જ સ્ટે અપાયો છે.

મુલોજ ગામે નવી દિલ્હી ની એઝયોર થર્ટી થ્રી પ્રાઈવેટ લી.કંપની દ્વારા ૪૦ મેગાવોટનો સોલાર પાવર પ્રોજેકટ નું બાંધકામ હાથ ધરાયું છ.પંથકના ૧૧ સર્વે નંબરના ૨૨થી વધુ ખેડૂતોની આશરે ૫૦૦ એકરથી વધુ જમીન ઉપર વગર મંજૂરી એ ખેતીની જમીન ઉપર માત્ર ભાડા કરારથી જ શરૃ કરાયેલ આ બાંધકામ સામે પંથકની પ્રજામાં વિરોધ ઉઠતાં મોડાસા મામલતદારના આદેશથી સર્કલ ઈનસ્પેકટર દ્વારા સ્થળ તપાસ કરી પંચનામું કરાયું હતું.

જમીન મહેસૂલ કાયદાના ભંગ બદલ મામલતદાર મોડાસા એ ખેડૂતોને નોટીસ ફટકારી હતી.અને વગર મંજૂરીએ ખેતીની જમીન ભાડે પટ્ટે આપનાર ખેડૂતોને કાયદાના ભંગ સમાન કામગીરી તાત્કાલીક બંધ કરવા તાકીદ કરાઈ હતી.

આ ગેરકાયદેસર રીતે હાથ ધરાયેલ પ્રોજેકટ ના બાંધકામ સામે ઉઠેલા ભારે વિવાદને પગલે મોડાસાના પ્રાંત અધિકારી એ આ પ્રોજેકટના કન્વી. દીપસિંહગ નરૃલ્લા(મેસર્સ એઝયુર પાવર થર્ટી પ્રા.લી)ને વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો હતો.જયારે આ અરજદાર કંપની વતી વચગાળાના મનાઈ હુકમ સામે જિલ્લા કલેકટરમાં અપીલ કરાતાં એમ.નાગરાજન કલેકટર અરવલ્લી,મોડાસા ની કોર્ટ દ્વારા હાથ ધરાયેલીજરૃરી સુનવણી બાદ પ્રાંત અધિકારીના વચગાળાના મનાઈ હુકમ સામે સ્ટ અપાયો છે.

આમ સમગ્ર પ્રકરણ હવે જિલ્લા કલેકટરની કોર્ટમાં પહોંચતાં જમીન મહેસૂલ કાયદા અને ગણોતરધારાના કાયદાના ભંગ બદલ હવે સ્ટે પછી અરજદાર સામે કયાં પગલાં ભરાય છે તે ઉપર સૌથી મીટ મંડાઈ છે.

મુલોજ સીમમાં આવેલ ખેતીની જમીનના ખાતેદારોએ અગાાઉ પોતાની જમીન બીનખેતી કરાવ્યા વગર દિલ્હીની કંપનીને ૨૮ વર્ષના ભાડા પટ્ટે આપી ભાડા કરાર કરી આપ્યો છે.હવે આજ ખેડૂતો દ્વારા પોતાના જમીન બીનખેતી કરવા અરજીઓ કરાઈ છે.ત્યારે અગાઉનો ભાડા કરાર રદ કરાશે પછી જ બીનખેતી ની અરજી ઉપર કાર્યવાહી હાથ ધરાશે.જયારે ગણોતધારાની કલમ ૬૩ એ ના ભંગ બદલ કંપની સામે તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહયું.

Previous article’મણીકર્ણિકા’ મારા માટે ડ્રીમ ડેબ્યુ બની રહીઃ અંકિતા લોખંડે
Next articleદેશી દારૂ સામે પોલીસનો મોરચો માત્ર નવ દિવસમાં ૧૧૧ કેસ કર્યા