ગુજરાતની જનતા ૨૨ વર્ષના છોકરાની નહિ ૨૨ વર્ષના વિકાસની સીડી જોવા માંગે છે

660
guj16112017-7.jpg

હાર્દિક પટેલ પર કથિત વીડિયો જાહેર થયા પછી ભરૂચ જિલ્લામાં હાર્દિક પટેલ પહેલી વાર જાહેર સભામાં હાજરી આપી હતી. જ્યાં તેણે આવા કથિત વીડિયો જાહેર થા પછી ભાજપ સરકાર પર અનેક આકાર પ્રહારો કર્યા હતા. એટલું જ નહીં તેણે ટિ્‌વટ કરીને પણ કહ્યું હતું કે ગુજરાતની જનતા ૨૨ વર્ષના છોકરાનોનો નહીં પણ ૨૨ વર્ષમાં થયેલા વિકાસની સીડી દેખવા માંગે છે. વધુમાં તેણે કહ્યું કે ચલો માની લો કે હું ખોટો છું. અવસર મળે તો મને મારી નાંખજો. પણ આ મુદ્દો સમુદાયના અધિકારોનો છે. ખેડૂતો, યુવાઓના ભવિષ્યનો છે. આ મુદ્દા પરથી ભાજપની સત્તા કેમ કંઇ કરી નથી રહી. અન્ય એક ટિ્‌વટમાં હાર્દિક પટેલ કહ્યું કે જેને જે કરવું હોય તે કરી લે હું પાછો પડવાનો નથી. ૨૩ વર્ષનો હાર્દિક હવે મોટા થઇ રહ્યો છે અને મને બદનામ કરવા માટે કરોડો રૂપિયા ખર્ચાઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે હાર્દિક જેવા દેખાતા વ્યક્તિના વીડિયો વાયરલ થયા પછી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. જો કે ભાજપ આ પાછળ પોતાનો હાથ ન હોવાનું કહી રહી છે ત્યાં જ પાસ કમિટીએ આ મામલે હાર્દિક સાથે ગંદી રાજનીતિ રમાઇ રહી હોવાની અને તેના સમર્થનમાં ઊભા રહેવાની વાત કરી છે. વધુમાં હાર્દિકે આ અંગે ૧૮મી વધુ ખુલાસા કરવાની વાત પણ કરી છે. ત્યારે ભરૂચમાં થનારી આ સભામાં પણ હાર્દિકના જનસંબોધન વખતે લોકોની હાજરી જોવા મળી હતી.