ઉચૈયા ગામે કાળી ચૌદસે મધરાત્રે સ્મશાનમાં રસોઈ બનાવી ભોજન લીધુ

676

કાળી ચૌદવસના દિવસે પ્રસરતી અંધ શ્રધ્ધાને નેસ્ત નાબુત કરવા ઉચૈયાના સરપંચ ઉપસરપંચની ટીમ દ્વારા સ્મશાનમાં રસોઈ બનાવીને મધરાત્રીએ ભોજન કરાયું.

કાળી ચૌદવસ એટલે પ્રેત આત્માઓનો વાસ શમશાનમાં ભુતપ્રેતનો વાસ હોય તેને તાંત્રીકો દ્વારા હિન્દુ મુસ્લમાન સમાજમાં ભય ફેલાવનારા તાંત્રિકો સામે પડકાર ફેકવા રાજુલાના ઉચૈયા ગામના સરપંચ પ્રતાપભાઈ બેપારીયા ઉપસરપંચ દિલુભાઈ ધાખડાની ટીમ દ્વારા મધ્યરાત્રીના ૧ર પછી જયારે કહેવાય છે. પ્રેત આત્માઓ હુ હુ કરતા ભોજન લેવા આકળા ખાવા આવે છે. પણ અહીં શમશાનમાં જ રસોઈ બનાવી મધ્યરાત્રીએ ભોજન આરામથી કરાયું કોઈ ભુત પ્રેત ડર ડાકણ કે પ્રેત આત્માઓ કોઈ ન આવ્યા અને ભોજનનો કાર્યક્રમ તમામ જનતાની અંધશ્રધ્ધા દુર કરવા કરાયો.

Previous articleપીથલપુરમાં કોળી સમાજનો સન્માન સમારોહ
Next articleદાતા પરિવારના સહયોગથી ૩૮ પરિવારને રસોડા કીટનું વિતરણ