સાવજે ઘરમાં જમાવ્યો અડીંગો, ગ્રામજનોમાં મચી ભાગમભાગ

1314

ધારી તાલુકાના પાતળા ગામે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસી જતા અફડાતફડીનો માહોલ ફેલાયો હતો. સિંહ એક ઘરમાં રાખેલા મગફળીના ઢગલા પર બેસી ગયો હતો. આ મકાન ગામની ભાગોળમાં આવેલી વાડીમાં છે. અને અહીંયા સિંહ આવી ગયો છે તેની ખબર પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

અડધો કલાક સુધી અહીંયા રહ્યા બાદ સીંહે જંગલની વાટ પકડી હતી. સિંહના આ ફોટા અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે એકાએક સિંહ આ પ્રકારે ઘરમાં ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.

Previous articleસુરત : ફરવા આવેલા એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા, ચારનું રેસ્ક્યૂ, એક ગુમ
Next articleબંગાળમાં ગાજા વાવાઝોડાની ગુજરાતમાં થશે અસર