તળાજાના વેળાવદર નજીકથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

820
bvn18112017-6.jpg

આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ભાવનગર પોલીસ સક્રિયતાથી કામગીરી કરી દરરોજ ઈંગ્લીશ દારૂ ઝડપે છે. જેમાં આજરોજ એસઓજી ટીમે તળાજા વેળાવદર ગામના પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂનો મસમોટો જથ્થો ભરેલી કાર સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. જ્યારે બે ઈસમો નાસી છુટવામાં સફળ રહ્યાં હતા.
ભાવનગર એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર તથા એસ.ઓ.જી. સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતા અને પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયા તથા યોગેન્દ્રસિંહ ગોહિલને મળેલ સંયુક્ત બાતમી આધારે તળાજા તાલુકાના વેળાવદર ગામના પાટીયા પાસેથી કેતન વિનુભાઇ શિયાળ ઉ.વ.૨૧ રહે. ઘોઘારોડ, રાજારામના અવાડા પાસે, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદો રાજેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ.૨૪ રહે. રાજારામના અવાડા પાસે ભાવનગરવાળાઓને વિદેશી દારૂ ભરેલ વરના કાર સાથે ઝડપી પાડેલ છે. અને બે ઇસમો નાશી ગયેલ હતા. 
એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે તળાજા તાલુકાના વેળાવદર ગામે વોચમાં હતા દરમ્યાન ભાવનગર બાજુથી આવતી વરના કાર રજી નંબર જીજે ૧૮ એસી ૪૬૯૩ તથા તથા દારૂ ભરેલ વરના કારનું પેટ્રોલીંગ કરી રહેલ હિરો સ્પ્લેન્ડર રજી નંબર જીજે ૪ સીજી ૮૯૦૦ ને અટકાવી તલાશી લેતા વરના કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટી નંગ ૪૪ (બોટલ નંગ ૫૨૮) કિ.રૂ઼ ૨૬૪,૦૦૦/- તથા વરના કાર તથા સ્પ્લેન્ડર મો.સા. તથા મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા ૬,૦૫,૦૦૦/- મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધમાં એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકીયાએ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનની જુદી જુદી કલમો હેઠ્‌ળ ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.  આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.ડી,.પરમાર તથા એ.એસ.આઇ. જી.પી.જાની તથા યોગેન્દ્રસિંહ ગોહિલ તથા બલવિરસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. સોહિલભાઇ ચોકિયા, હરેશભાઇ ઉલવા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, લગ્ધીરસિંહ ઝાલા જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રદિપસિંહ ગોહિલ તથા ડ્રાઇવર મહેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા.

Previous articleઅનુસુચિત વિકાસ નિગમના મેનેજરને અરજદારે માર માર્યો
Next articleપદ્માવતી ફિલ્મનો વિરોધ કરાશે