રાજુલા ખાતે ભાજપના ઉમેદવાર હીરાભાઈ સોમવારે ફોર્મ ભરશે

763
guj19112017-3.jpg

રાજુલા ખાતે હીરાભાઈ સોલંકીએ કેસરીનંદન હનુમાન અને ભોલેનાથના શરણે શીષ નમાવી નવા ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કર્યુ. રાજુલા, જાફરાબાદ, ખાંભાના દરેક જ્ઞાતિના આગેવાનોની બહોળી સંખ્યામાં હાજરી તેમજ તાફર૧મીએ ફોર્મ ભરશે.
રાજુલા ખાતે હીરાભાઈ સોલંકીએ ૯૮ વિધાનસભા રાજુલાના સત્તાવાર ઉમેદવાર ભાજપમાંથી થયા કે તુરત જ રાજુલાના કેસરીનંદન હનુમાન અને ભોલેનાથના ચરણોમાં શીષ નમાવી ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરેલ. જિલ્લા ભાજપ મહામંત્રી રવુભાઈ ખુમાણ, કમલેશભાઈ મકવાણા, સંજયભાઈ ધાખડા, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ ધાખડા, ડો.હિતેશભાઈ હડીયા, વનરાજભાઈ વરૂ, કમલેશ પરમાર, રણછોડભાઈ મકવાણા, સંજયભાઈ, માર્કેટ યાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વલ્કુભાઈ બોસ, ચેરમેન અરજણભાઈ વાઘ, કનુભાઈ ધાખડા વાવેરા, નાગરીક બેન્ક ચેરમેન લાલભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ ભોળાભાઈ લાડુમોર, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ, તાલુકા ભાજપ યુવા પ્રમુખ હર્ષભાઈ પટેલ, પ્રતાપભાઈ મકવાણા, તાલુકા સદસ્ય તેમજ ખાસ ૯૮ વિધાનસભા વિસ્તારક બલવિરસિંહની ઉપસ્થિતિ તેમજ મહિલા પાંખના વંદનાબેન મહેતા, રેખાબેન ચૌહાણ, રેખાબેન ઉમટ અને રેખાબેન આચાર્યની પણ ઉપસ્થિતિ રહેલ. જેટલા કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહેલ તેમણે તા.ર૧ નવેમ્બરે રાજુલાના સર્વમંદિરે દર્શન કરી પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા ત્રણ તાલુકાના સમર્થકો બહોળી સંખ્યામાં જશે.

Previous articleગ્લેનમાર્ક ફાર્મા. દ્વારા ક્વિટ્‌ઝ ભારતમાં નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપીની શરૂઆત
Next articleછતડીયા ગામના નકળંગ ધામે ભરવાડ સમાજનું સંમેલન યોજાયું