ટીકીટ ફાળવણી બાદ ભાજપમાં અસંતોષ : ડેમેજ કંટ્રોલમાં નેતાઓ

804
gandhi20112017-5.jpg

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ ૧૦૬ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભાજપે અનેક વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપતા તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી હતી અને તેઓ ગાંધીનગરમાં કમલમ બહાર વિરોધ પ્રદર્શન માટે એકઠા થયા હતા. તો અનેક ધારાસભ્યોને રિપિટ કરાતા ભાજપના કાર્યકરો નારાજ થયા હતા.
ગુજરાત ભાજપમાં ભારે બબાલ આઇ. કે. જાડેજાને ટિકિટ કપાતા અમિતભાઇ શાહની હમાજરીમા઼ કમલમ બહાર જંગી સંખ્યામાં ઉમટી પડયા : સુત્રોચ્ચાર : ભાજપ હાઇહાઇ વંદેમાતરમ : પક્ષના કાર્યાલયને ઘેરી લીધું : ત્યારે રોષ ભાજપે વઢવાણની બેઠક ધનજીભાઇને આપતા ક્ષત્રિયો સહિત નારાજ. ગઇકાલે જેઠાભાઇ સોલંકીએ (ગીર-સોમનાથ) રાજીનામું આપ્યું. અમિતભાઇ ડેમેજ કંટ્રોલમાં લાગ્યા ગાંધીધામના વર્તમાન ધારાસભ્ય રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા સ્થાનિક કાર્યકરોમાં રોષના પગલે ભાજપનું કાર્યાલય બંધ રાખવાની ફરજ પડી. 
રોષે ભરાયેલા નારાજ કાર્યકરો અને સમર્થકોના જિલ્લા ભાજપ કાર્યાલય પર વિરોધના પગલે જિલ્લા ભાજપ પ્રમુખ કાર્યાલય છોડી ચાલ્યા ગયા. જે બાદ પણ વિરોધ અને ઉગ્ર નારેબાજી શરૂ કરતા કાર્યાલય બંધ રાખવાની ફરજ પડી અમદાવાની નિકોલ, નર્મદાની નાંદોદ, ખેરાલુ અને આંકલાવના ભાજપના ઉમેદવારોનો વિરોધ જોવા મળી રહ્યો છે. 
ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલ, શબ્દશરણ તડવી, હંસા કુંવરબા અને ભરતસિંહ ડાભીને બદલવાની માંગ સાથે કાર્યકરો ગાંધીનગરમાં ભાજપની ઓફિસ પહોંચ્યા હતા. તેમણે ધરણાં અને સૂત્રોચ્ચાર પણ કર્યા.
નર્મદાની નાંદોદ બેઠક પરથી શબ્દશરણ તડવીને ટિકિટ આપવાનો વિરોધ કરવામાં આવ્યો હતો. કચ્છના ગાંધીધામથી ધારાસભ્ય રમેશ મહેશ્વરીની જગ્યાએ તેમના ભાણેજ માલતીબહેનને ટિકિટ આપવામાં આવતા નારાજગી જોવા મળી. રમેશ મહેશ્વરીની ટિકિટ કપાતા ૨૬ નગરપાલિકાના કાઉંસિલરે રાજીનામા આપ્યા છે. સાથે તાલુકા પંચાયતના ૧૨ સભ્ય, એક તાલુકા પ્રમુખ, ગાંધીધામ અનુસૂચિત જાતિ મોરચા જિલ્લા પંચાયતના ૨ સભ્યો અને ગાંધીધામ શહેર મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. નિકોલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલનો કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો.