સાબરકાંઠા જિલ્લામાં ૩૮૭૪.૦૫ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઇ

666

સાબરકાંઠા જિલ્લાના ૬ મગફળી કેન્દ્ર ખાતે રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી માટેની સંપૂર્ણ પારદર્શી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સાબરકાંઠા જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કેએ સોમવારના રોજ હિંમતનગર માર્કેટયાર્ડની મુલાકાત લઇ રાજય સરકાર દ્વારા ખરીદી થતા ટેકાના ભાવની મગફળીના સંપુર્ણ પક્રિયાની ચોક્કસાઇ ભરી નિરીક્ષણ કર્યુ હતું. સાથે ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતી ન થાય અને સંપુર્ણ પારદર્શી વ્યવસ્થા,અને ગુણવત્તા ચકાસણી સહિતની વ્યવસ્થા નિહાળી ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો.

કલેકટર  પ્રવિણા ડી.કે જણાવ્યું હતું કે, મગફળી ખરીદીમાં વધુ ઝડપ આવે તેવા પગલાં લીધા છે. જિલ્લાના હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ એમ છ તાલુકાઓમાં મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ૧ નવેમ્બરથી શરૂ થયેલ રજીસ્ટ્રેશન પક્રિયામાં અત્યાર સુધી ૨૩૮૪૬ પૈકી ૭૨૨૫ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ છ કેન્દ્ર પર ૬૫૦૬૧ બારદાન ઉપલબ્ધ કરાવાવમાં આવ્યા છે. જેમાં અત્યાર સુધી રૂ. ૧,૯૩,૭૦,૨૫૦ ની ૩૮૭૪.૦૫ ક્વિન્ટલ મગફળીની ખરીદી કરાઇ છે જેના માટે ૧૩૩૮૯ બારદાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વધુમાંતેમણે ઉમેર્યુ હતું કે, ખેડૂતોની મગફળી માટે ગોડાઉન અને બારદાનની પૂરતી વ્યવસ્થા કરી છે. ખેડૂતોની મગફળી ખરીદીની પ્રક્રિયા ઝડપી પુર્ણ થાય અને પાકનું સત્વરે ચુકવણું થાય તે વહિવટીતંત્ર  સજ્જ હોવાનું જણાવ્યું હતું. આ મુલાકાત વેળાએ જિલ્લા પુરવઠા અધિકારી  ભાર્ગવ પટેલ,  મામલતદાર  પારઘી સહિત ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleહિંમતનગરમાં નીકળેલું ઈદ મિલાદુન્નબીનું ભવ્ય ઝુલુસ
Next articleગુજરાત વિધાનસભાની તમામ કાર્યવાહી પેપર લેસ બનાવાશે