પાલીતાણા તાલુકાના આકોલાળી ગામે મા નર્મદા યોજનાનો થયેલો વિરોધ

1305
bhav792017-4.jpg

રાજ્ય સરકાર દ્વારા મા નર્મદા યોજનાનું આજથી ગુજરાતભરના જિલ્લા અને તાલુકાને તાલુકાના ગામડામાં રથ ફરશે ને આ યોજના અંતર્ગત ગુજરાતભરના ડેમો ચેકડેમો તળાવોમાં નર્મદાના નીરથી ભરાશે. આ યોજનાનો રથ પાલીતાણા તાલુકાના આકોળાલી ગામે બપોરે પહોચેલ તેમજ પાલીતાણાના નાયબ મામલતદાર રામભાઈ, ટીડીઓ બી.ડી. ગોહિલ, પાલીતાણા તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સિહોરા તેમજ પાલીતાણા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા પણ આ રથ આકોલાળી ગામે આવ્યાની જાણ ગામના લોકો અને તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ ડાભી, સરપંચ જયસુખભાઈ, જમોડ કિસાન મોરચાના પ્રમુખ ડાયાભાઈ ડાભી તથા ગામ લોકો મોટીસંખ્યામાં હાજર થયેલ હતા ને આ રથને કાળા વાવટા બતાવીને આ યોજના અને આ કાર્યક્રમનો વિરોધ કર્યો હતો પણ મામલતદાર અને તાલુકા ભાજપ પ્રમુખએ સત્તાનો ઉપયોગ કરીને પોલીસ બોલાવી વિરોધ કરતાઓની અટકાયત કરાઈ હતી ને આ કાર્યક્રમનો ખાસ પાટીદાર સમાજના લોકો અને ગામના ર૦૦ જેટલા લોકોએ વિરોધ કરતા આ કાર્યક્રમ બંધ રાખવો પડેલ. ગામ લોકો દ્વારા સરકાર અને સરકારી તંત્રના અધિકારીઓને કહેલ કે હાલ ગુજરાતમાં વરસાદ સારો પડેલ છે ને બધા ડેમને તળાવો નવા નીરથી ભરેલ છે આવા ખોટા તાયફાઓ કરીને ગુજરાતની તિજોરીના પૈસા બગાડવાના બદલે ખેડૂતના દેવાઓ માફ કરેને ખેડૂતોને વિજ કનેક્શન જલ્દી આપોને કર્મચારીને આવા તાયફાઓમાં વ્યસ્ત રાખવાને બદલે ઓફિસોમાં હાજર રહેવા દો તેથી ગામડાઓમાંથી પૈસા ખર્ચી આવતા ખેડૂતોના કામ થઈ શકે.