ગાંધીનગર જિલ્લાના બે ચૂંટણીખર્ચ નિરીક્ષકોએ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી

889
gandhi21112017-5.jpg

ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિમાયેલા  રાકેશ રંજન અને આર.મુરલીએ મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. 
મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરાયેલ વિવિધ ચૂંટણીલક્ષી માહિતી નિહાળી પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં પ્રસિદ્ધ થતાં સમાચારો સહિતની મોનીટરીંગ વ્યવસ્થા અંગે એમ.સી.એમ. સી.ના સભ્ય સચિવ અને નાયબ માહિતી નિયામક નરેશભાઇ એલ. ચૌધરીએ જિલ્લાના અખબારો અને ઇલેકટ્રોનિક મીડિયાની ગુજરાતી સમાચારની ચેનલોના મોનીટરીંગ અને એડ ન્યુઝ તથા પેઇડ ન્યુઝની મોનીટરીંગ વ્યવસ્થા અંગે વાકેફ કર્યા હતા. 
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સતીષ પટેલ તથા ચૂંટણી ખર્ચ મોનીટરીંગ સેલના ચીફ નોડલ ઓફિસર દેવાંગ દેસાઇએ ઓડિયો હીયરીંગ સાથે ન્યૂઝ ચેનલમાં જિલ્લાની ચૂંટણીલક્ષી બાબતોના રેકોર્ડ કરવાની વ્યવસ્થાથી માહિતગાર કર્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર એચ.એમ. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિપુલ ઠક્કર ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleગાંધીનગરમાં ચૂંટણી ખર્ચ નીરીક્ષકોના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
Next articleગાંધીનગરમાં ઠંડીનો ચમકારો સવારે ધુમ્મસભર્યુ વાતાવરણ