થર્મલ પાવર પ્લાન્ટની ઉડતી રાખ રહિશોના આરોગ્ય માટે જોખમી બની

1116

શહેર નજીક આવેલાં થર્મલ પાવર પ્લાન્ટમાં આવેલી ચીમનીની રાખ છેલ્લા ઘણા વર્ષોથી ઉડી રહી છે. જેના પગલે આ ચીમનીની નજીક આવેલાં વસાહતી વિસ્તારના રહિશો પણ હેરાનપરેશાન થઇ ગયા છે. ત્યારે આ રાખના પગલે સવારના સમયે હવાના પ્રદુષણમાં પણ વધારો થાય છે અને સતત ઉડતી રાખ રહિશોના આરોગ્ય માટે પણ જોખમી બની છે. ત્યારે ચ – ૭ થી ખ-૭ની માર્ગની આજુબાજુ આવેલાં વસાહતી વિસ્તારમાં વસાહટ કરતાં રહિશો પણ હેરાન પરેશાન થઇ ગયા છે.

ઉત્તર ગુજરાત તેમજ અન્ય વિસ્તારોમાં વીજમાંગ પ્રમાણે પુરવઠો આપી શકાય તે માટે વર્ષો અગાઉ પાટનગર પાસે થર્મલપાવર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો. આમ આ પાવર પ્લાન્ટમાં જે તે સમયે ચીમની પણ ઉભી કરવામાં આવી હતી અને તેના પગલે પ્લાન્ટની આસપાસના વિસ્તારના રહિશો પણ છેલ્લા ઘણા વર્ષોથી વાયુ પ્રદુષણનો સામનો કરી રહ્યાં છે.

આમ દિનપ્રતિદિન ચીમનીમાંથી ઉડતી રાખ સવારના સમયે આસપાસના વિસ્તારમાં ઠલવાતી હોય છે અને મોટી સંખ્યામાં વસાહતી વિસ્તાર પણ આવેલા છે. ત્યારે ચ-૭ થી ખ – ૭ તરફના માર્ગની આસપાસ વસવાટ કરતાં રહિશો પણ ચીમનીમાંથી ઉડતી રાખથી ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ત્યારે દિલ્હીમાં જેમ હાલમાં પ્રદુષણની માત્રા વધી છે તેમ આગામી દિવસોમાં ગાંધીનગર શહેરમાં વાયુ પ્રદુષણની માત્રામાં વધારો ન થાય તે માટે છેલ્લા ઘણા સમયથી રજૂઆતો પણ કરવામાં આવે છે પરંતુ તંત્ર દ્વારા તે અંગે કોઇ જ નિર્ણય લેવામાં નહીં આવતાં પ્લાન્ટની આસપાસના રહિશોને પણ ઉડતી રાખનો ભોગ બનવું પડે છે. જેથી તંત્ર દ્વારા આ પ્લાન્ટને બંધ કરવામાં આવે તેવી માંગ પણ ઉઠવા પામી છે.

Previous articleયાત્રાધામ શામળાજીમાં કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો
Next articleગાંધીનગરમાં ત્રિદિવસીય REFCOLD, કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારાશે