વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બોલવાનું ભાન નથી : રાહુલ ગાંધી

950

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પ્રચાર માટે સાગરમાં રેલી સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, શિવરાજજી અને મોદીજીની વચ્ચે એક ફરક છે. શિવરાજજી સમજી વિચારીને બોલે છે પરંતુ દુઃખની વાત એ છે કે નરેન્દ્ર મોદીજીને બોલવાનું ભાન નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીના દિલમાં ગભરામણ છે અને તે જ ગભરામણ નફરતમાં ફેરવાઈ રહી છે. મેં ભૂલથી પનામા પેપરમાં શિવરાજ ચૌહાણજીના દીકરાનું નામ લીધું તો તાત્કાલિક માનહાનિનો કેસ દાખલ કરી દીધો. પરંતુ જ્યારે વ્યાપમ, ડંપર કાર્ડ, ઇ-ટેન્ડરિંગમાં તેમનું નામ લીધું તો માનહાનિનો કેસ કેમ ન નોંધાવ્યો?

સાગર ખાતે આયોજિત ચૂંટણી રેલીમાં રાહુલે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, દરેક પ્રદેશમાં ભાજપના મુખ્યમંત્રી કોઈ ને કોઈ ચોરી કરે છે, રાજસ્થાનના મુખ્યમંત્રીના દીકરાએ લલિત મોદી પાસેથી પૈસા લીધા, છત્તીસગઢના મુખ્યમંત્રીના દીકરાનું નામ પનામા પેપરમાં આવ્યું. અહીં શિવરાજ ચૌહાણે છે, જ્યાં વ્યાપમ, ડંપર કાંડ, ઇ-ટેન્ડરિંગ જેવા ગોટાળા થઈ રહ્યા છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચાઇલ્ડ પોર્નોગાફીના કાયદા બદલાશે : કઠોર સજા કરાશે