‘જોવા જેવી દુનિયા’ મહોત્સવનો ૧૧ લાખ જેટલા ભાવિક લાભ લીધો

1242

અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાનનો ૧૧૧માં જન્મજયંતી મહોત્સવની ઉજવણી નિમિત્તે જોવા જેવી દુનિયા નામે પ્રદર્શન ઉભું કરાયુ હતું. ૧૧ દિવસ ચાલેલા મહોત્સવમાં ૧૪, ૦૦૦ થી વધુ સેવાર્થીઓએ રાત દિવસ સેવા આપી હતી. જ્ઞાન અને મૂલ્યોને રજૂ કરતા જોવા જેવી દુનિયાની ૧૧ લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લઇને સમજણ મેળવી હતી.

ગાંધીનગરમાં અડાલજની ભૂમિ ઉપર ત્રિમંદિરના પ્રાંગણમાં ૧૧ દિવસ માટે ઉભી થયેલી રૂ”જોવા જેવી દુનિયા’ મહોત્સવનો છેલ્લો દિવસ,“આ અંત નહીં પણ એક નવી શરૂઆત છે !”ના સંદેશ સાથે ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો. ૧૪,૦૦૦થી વધુ સેવાર્થીઓની દિવસ-રાતની મહેનતને સાર્થક કરતા આ મહોત્સવને ૧૧ દિવસમાં આશરે ૧૧ લાખથી વધુ મુલાકાતીઓનો અદભુત પ્રતિસાદ સાંપડ્‌યો હતો.

દાદાશ્રીના અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતોની સાદી, સરળ અને મનોરંજક શૈલીમાં અસરકારક રજૂઆત કરવામાં આવી હોવાથી લોકોને વધુ પસંદ પડી છે. જેને પરિણામે હું અહીં ના આવ્યો હોત તો એક સારો મોકો ગુમાવી દીધો હોત તેવા પ્રતિભાવો જોવા જેવી દુનિયાની મુલાકાતે આવતા મુલાકાતીઓ આપ્યા હતા.

મહોત્સવની પૂર્ણાહુતીના દિવસે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરાયુું હતું. જેમાં મહોત્સવની ઝાંખી દર્શાવતા વિડિયો દ્વારા વર્ષ ૨૦૧૩માં જન્મોત્સવના ઉલ્લેખથી લઇને દાદા ભગવાનના અસીમ જય જયકાર હોની વિશ્વવ્યાપી ધૂન, વર્કશોપ અને મહિનાઓથી ચાલી રહેલી તૈયારીઓ દર્શાવવામાં આવી હતી.

ગ્રાન્ડ ફિનાલેમાં ૧૫૦ થી વધુ બાળકો અને યુવા કલાકારોને સાંકળતો ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો. ઉપરાંત હાસ્ય કલાકાર સાંઇરામ દવેના ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં વિશ્વભરના ૩૦ જેટલાં દેશોમાથી આવેલા ૩૦૦૦ જેટલાં ભારતીયો અને ૩૦૦ વિદેશીઓએ પણ ઘરના ઉત્સવની જેમ ખભેખભા મિલાવીને સેવા આપી હતી.

Previous articleમધૂર ડેરી દ્વારા ડૉ. કુરિયનની જન્મજયંતિની ઉજવણી કરાઈ
Next articleવિધાનસભાની કામગીરી ઓટોમેટેડ-પેપરલેસ બનાવવા દ્વિ-દિવસીય ઓરીએન્ટેશન વર્કશોપનો પ્રારંભ