જીલ્લા પોલીસ વડા સૌરભસિંહ ની સુચના અન્વયે રાજય માં વિધાનસભા ની ચુંટણીઓ યોજાવવાની હોઈ જેને અનુલક્ષી વિદેશી દારૂ ની હેરાફેરી ઉપર પ્રતિબંધ મુકવા માટે ના સુચનો કરતાં ગાંભોઈ પી.એસ.આઈ.પી.એચ.સીસોદીયા તથા સ્ટાફ ના માણસો બામણા ત્રણ રસ્તા નજીક વોચ મુકી વાહનો ની તલાશી લઈ રહયા હતા. દરમ્યાન ભિલોડા તરફ થી પુરઝડપે આવતી સીફટ ગાડી ના ચાલક એ પોલીસ ને જોઈ ગાડી ની સ્પીડ વધારી દેતા પુરઝડપે દોડાવતા પોલીસ ને શંકા જતાં સીફટ ગાડી નો પીછો કયોૅ હતો.
ત્યારે સીફટ ગાડી ના ચાલકે પોલીસ નો પીછો જોઈ ગાડી ને ધુલેટા ગામ નજીક આવેલ અવાવરૂ જગ્યા એ વિદેશી દારૂ ની પેટી ઓ ફેંકી દઈ સીફટ ચાલક ફરાર થઈ ગયો હતો. તો બીજી તરફ પોલીસ સ્ટાફ એ વિદેશી દારૂની તપાસ કરતાં જેમાં રોયલચેંલેન્જ પાટીૅ સ્પેશયલ ડીલકસ વિશ્કી ની બોટલ નંગ.રપ૪ નો મુદા માલ કબજે કરી નંબર વગર ની સીફટ ગાડી તેમજ અજાણ્યા વાહન ચાલક ની શોધખોળ આદરી ગાંભોઈ પોલીસ એ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળ ની કાયૅવાહી હાથ ધરી છે.



















