ચંદ્રાલા પાસે લકઝરી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

708
gandhi22112017-8.jpg

ગાંધીનગર જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને દેશી વિદેશી દારૃ પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા ગઈકાલે બાતમીના આધારે ચંદ્રાલા પાસેથી લકઝરી બસને પકડવામાં આવી હતી જેમાંથી ર૦ હજાર રૃપિયાનો વિદેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો. લકઝરીનો ચાલક બસ મુકીને નાસી છુટતાં મુસાફરો પણ રઝળી પડયા હતા. 
આ અંગે ચિલોડા પોલીસે બસના નંબરના આધારે વધુ તપાસ શરૃ કરી છે. ચિલોડા પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી કે હિંમતનગર તરફથી આવતી લકઝરી બસ નં.આરજે-ર૭-પીબી-૫૪૪૫માં વિદેશી દારૃનો જથ્થો લાવવામાં આવી રહયો છે જે બાતમીના આધારે પોલીસે ચંદ્રાલા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી અને નાકાબંધી કરી હતી. જો કે પોલીસને જોઈ આ લકઝરી બસના ચાલકે બસને ભગાડી મુકી હતી અને પોલીસે તેનો પીછો કર્યો હતો. જેથી આગળ બસનો ચાલક બસને રસ્તામાં જ મુકી નાસી છુટયો હતો. જેના પગલે મુસાફરો રઝળી પડયા હતા. પોલીસે બસમાં તપાસ કરતાં તેમાંથી ર૦ હજારની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો મળી આવતાં કુલ ૭.૨૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તો બીજી બાજુ વાહન ચેકીંગ દરમ્યાન એક મોપેડ ઉપર સમીર અશોકભાઈ સોલંકી અને હિતેન ગોવિંદભાઈ વાઘેલા બન્ને રહે.સે-૭ને વિદેશી દારૃની છ અને દેશી દારૃની ચાર બોટલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.