મહેસાણા નજીક એસટી પલટી ખાતા ૧૭ ને ઈજા

869
gandhi22112017-7.jpg

મહેસાણા નજીક પાંચોટ બાયપાસ સર્કલ નજીક ટ્રકે પાછળથી ટક્કર મારતા એસ.ટી. બસ પલટી ખાઇ જતાં અફરાતફરી મચી ગઇ હતી. આ અકસ્માતની ઘટનામાં બસમાં બેઠેલા તમામ મુસાફરોનો અદ્દભુત બચાવ થયો હતો. જોકે ૧૭ મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા સારવારર્થે ખસેડાયા હતા. સદ્દનસીબે કોઇ જાનહાની થઇ નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર ડિસા એસ.ટી. ડેપોની બોપલથી ડિસા જતી એકસપ્રેસ બસ સવારના ૮ કલાકે મહેસાણા નજીક પાંચોટ બાયપાસ સર્કલ નજીકથી પસાર થઇ રહી હતી ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલી ટ્રકે બસને પાછળથી ટક્કર મારતા બસ પલટી ખાઇ જઇ ૧૦ ફૂટ ઢસડાઇ હતી. બસમાં બેેઠેલા મુસાફરોએ ભયના કારણે ચીચીયારીઓ કરી મૂકતા ઉત્તેજના છવાઇ હતી. આ ઘટનામાં ચાર મહિલા સહિત ૧૭ મુસાફરોને નાની-મોટી ઇજા પહોંચી હતી. પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.