દેશીદારૂ ભરેલી રીક્ષા સાથે બે શખ્સો ઝડપાયા

720
bvn22112017-6.jpg

શહેરના કાળુભા રોડ પરથી એસઓજી, ગૃપના જવાનોએ બાતમી રાહે દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે બે શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના સ્પેશ્યલ ઓપરેશન ગૃપના જવાનોને મળેલ પૂર્વ બાતમી આધારે કાળુભા રોડ પર આવેલ આનંદપાનની દુકાન પાસે વોચમાં હતા તે વેળા એક અતુલ પીયાગો રીક્ષા નં.જીજે૦૪એક્સ ૦૭૨૬ પસાર થતા જેને અટકાવી રીક્ષામાં બેઠેલ બે શખ્સોના નામ સરનામા સાથે રીક્ષાની તલાશી હાથ ધરેલ જેમાં બન્ને શખ્સોએ પોતાના નામ જયેશ પોપટ મકવાણા ઉ.વ.૩૬ રે. બુધેલ તથા હરેશ મકા ખસીયા ઉ.૨૪ રે. કરેડા તા ઘોઘા વાળા હોવાનું જણાવેલ તથા રીક્ષામાંથી પ્લાસ્ટીકની કોથળીમાંથી દેશી દારૂ ૩૬૦ કિ.રૂા.૭૨૦૦ વિના પાસ પરમીટે મળી આવતા પોલીસે દેશી દારૂ રીક્ષા મળી કુલ રૂા.૫૭,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરૂદ્ધ એ.ડીવીઝનમાં પ્રો.હીએક્ટ તળે ગુનો નોંધાવી જેલ હવાલે કરી વધુ તપાસ હાથ ધરી હતી.