અમરેલી જીલ્લા પરિવાર ટ્રસ્ટ દ્વારા સ્નેહ મિલન અને વિદ્યાર્થી પુરસ્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં આયોજીત આ સમારોહ, સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી ઉમેશભાઈ વ્યાસને ભારે દબદબાપુર્વક નિવૃત્તિનો ફેરવેલ કાર્ય્ક્રમ બની રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમરેલી જીલ્લાના વતનીઓનું સંગઠન ગાંધીનગરમાં આશરે અઢી દાયકા કરતા વધુ સમયથી પ્રવૃતિમય છે. ઉમેશભાઈ વ્યાસ દ્વારા શરૂ કરવામાં આવેલા આ સંગઠનની બાગડોર હવે અન્યને સોંપીને પોતાને નિવૃત્ત કરવાની ઉમેશભાઈની લાંબા સમયની ભારપુર્વકની રજુઆતને સંસ્થાના પ્રમુખ પરસોત્તમભાઈ રૂપાલા અંતે ભારે હૈયે સ્વીકારી હતી.